Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લા કોંગેસ સમિતી દ્વારા જવાહર લાલ નહેરૂની પુણ્યતિથીએ અપાઇ શ્રદ્ધાંજલી

ભરૂચ જિલ્લા કોંગેસ સમિતી દ્વારા જવાહર લાલ નહેરૂની પુણ્યતિથીએ અપાઇ શ્રદ્ધાંજલી
X

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા સુરતમાં બને લ ગોઝારી ઘટના સંદર્ભે મૃતકોને શ્રદ્ધાંજલી અર્પવા સાથે પ્રભુ તેમના પરિવારો પર આવેલ આફતમાં તેમને સહન શક્તિ અર્પેની પ્રાર્થના કરી પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલી અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂની આજે પુણ્યતિથિ છે. આઝાદીની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવવાની સાથે ભારતના નવ નિર્માણ અને લોકતંત્રને મજબૂત બનાવવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે.

પંડિત જવાહર લાલ નહેરૂનો જન્મ ૧૪ નવેમ્બર ૧૮૮૯માં થયો હતો. નહેરૂના પિતા મોતીલાલ નહેરૂ વકિલ હતા. ઈન્ડિયન નેશનલ કોંગ્રસના અધ્યક્ષ પણ હતા. જે પછી આઝાદીની લડાઈમાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે ભાગ લઈ નહેરૂ પણ પિતાના નક્શેકદમ પર આગળ ચાલ્યા હતા અને પિતાની માફક જ વ્યવસાયે વકિલ બન્યા હતા.

૧૯૪૭માં ભારતને આઝાદી મળી અને તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા. સંસદીય સરકારની સ્થાપના અને વિદેશી મામલોમાં ગુટનિરપેક્ષ નીતિઓની શરૂઆત જવાહરલાલ નહેરૂએ કરી હતી. નહેરૂના કાર્યકાળમાં કોંગ્રેસે ઘણા વર્ષો સુધી દેશ પર શાસન કર્યું. આ નહેરૂ જ હતા જેઓ અટલ બિહારી વાજપેયી જેવા યુવા લોકો સંસદમાં હોવા જોઈએ તેવી પહેલ કરી હતી.

ચીનની સાથે સંઘર્ષના કેટલાક સમય બાદ નહેરૂનું સ્વાસ્થય કથળવા લાગ્યું હતું. ૧૯૬૩માં તેમણે હાર્ટઅટેક આવ્યો. જે પછી તેમની તબિયત દિનપ્રતિદિન લથડવા માંડી હતી. થોડા મહિનાઓ બાદ જ ૨૭ મે ૧૯૬૪માં તેમનું નિધન થયું હતું.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, સંદિપ માંગરોલા,વીકી શોખી,રાજેન્દ્રસિંહ રણા, અરવિંદ દોરાવાલા,શમશાદાલી સૈયદ,હેમેન્દ્ર કોઠીવાલા સહિત્ના કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા.

Next Story