Connect Gujarat
ગુજરાત

ભરૂચ : જ્યુબિલન્ટ લાઇફ સાયન્સિસ કંપનીએ કોવિડ-19ના સંભવિત ઉપચાર માટે ગિલીડ સાથે લાઇસન્સિંગ એગ્રીમેન્ટ કર્યુ

ભરૂચ : જ્યુબિલન્ટ લાઇફ સાયન્સિસ કંપનીએ  કોવિડ-19ના સંભવિત ઉપચાર માટે ગિલીડ સાથે લાઇસન્સિંગ એગ્રીમેન્ટ કર્યુ
X

વૈશ્વિક ફાર્માસ્યુટિકલ અને લાઇફ સાયન્સ કંપની જ્યુબિલન્ટ લાઇફ સાયન્સ લિમિટેડે જાહેરાત કરી હતી કે તેની પેટા કંપની જ્યુબિલન્ટ જિનેરિક્સ લિમિટેડે ("જ્યુબિલન્ટ") ગિલીડ સાયન્સિસ ઇન્ડસ્ટ્રી (નાસ્કેડઃ ગિલ્ડ) સાથે નોન-એક્સક્લુઝિવ લાઇસન્સિંગ એગ્રીમેન્ટ હાથ ધર્યુ છે.

આ સમજૂતી જ્યુબિલન્ટને ભારત સહિત 127 દેશોમાં કોવિડ-19ના સંભવિત ઉપચાર માટે ગિલીડની સંશોધન આધીન દવા રેમ્ડેસિવિરની નોંધણી,ઉત્પાદન અને વેચાણ માટે અધિકાર પ્રદાન કરશે.આ લાઇસન્સિંગ એગ્રીમેન્ટ અંતર્ગત જ્યુબિલન્ટ સંબંધિત દેશોમાં નિયમનકારી સત્તામંડળો દ્વારા મંજૂરીને આધીને કોવિડ-19 દર્દીઓને દવાની ઝડપી પ્રાપ્તિ શક્ય બનાવવા માટે ઉત્પાદનમાં વધારો કરવા માટે ગિલીડ ઉત્પાદન પ્રક્રિયાના ટકનિકી હસ્તાંતરણ પ્રાપ્ત કરવા માટે અધિકારો ધારણ કરશે.

જ્યુબિલન્ટ લાઇફ સાયન્સિસ લિમિટેડના ચેરમેન શ્યામ એસ. ભારતીય અને કો-ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર હરી એસ. ભારતીયે જણાવ્યુ હતુ કે, રેમ્ડેસિવિરના લાઇસન્સ માટે ગિલીડ સાથે અમારી ભાગીદારી વધારે મજબૂત બનાવતા અમે ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યા છીએ.પ્રારંભિક માહિતી ઉપર આધારિત રેમ્ડેસિવિર વૈશ્વિક સ્તરે અભૂતપૂર્વ આરોગ્ય અને આર્થિક કટોકટી સર્જનારી મહામારી કોવિડ-19નો સંભવિત ઉપચાર બનવાની આશા દર્શાવે છે.અમે ક્લિનિકલ ટ્રાયલ અને નિયમનકારી મંજૂરીઓ પર ખૂબ જ નજીકથી દેખરેખ રાખીશું અને આવશ્યક નિયમનકારી મંજૂરીઓ બાદ ટૂંક જ સમયમાં દવા બજારમાં ઉતારવા તૈયાર બનીશું.અમે તેની કરકસરયુક્ત કિંમતો અને અવિરત ઉપલબ્ધતામાં મદદરૂપ થવા માટે દવાના એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇગ્રિડિયન્ટ ("API")ના સંસ્થાનિક ઉત્પાદનનું પણ આયોજન કરી રહ્યાં છીએ.

Next Story
Share it