Connect Gujarat
ગુજરાત

ભરૂચ:ગ્રાસીમ સેલ્યુલોઝના મહિલા કર્મીઓ માટે ખાસ યોજાઇ જ્ઞાન સાથે ગમ્મત કરાવતી કબીરવડ પિકનીક

ભરૂચ:ગ્રાસીમ સેલ્યુલોઝના મહિલા કર્મીઓ માટે ખાસ યોજાઇ જ્ઞાન સાથે ગમ્મત કરાવતી કબીરવડ પિકનીક
X

વાગરાના વિલાયત ખાતે કાર્યરત ગ્રાસીમ સેલ્યુલોઝ કંપનીના મહિલા કર્મચારીઓ માટે આજે એક નાનકડી પિકનિકનું આયોજન કબીરવડ ખાતે કરવામાં આવ્યુ હતું.

જેમાં મહિલા કર્મીઓને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તે હેતુસર ખાસ મહેમાન તરીકે ડૉ.ખુશ્બુ પંડયા જેમણે સોશિયલ મિડીયામાં પીએચડી કર્યુ છે. તેમના દ્વારા આજના ફાસ્ટ યુગમાં જેમાં સોશિયલ મિડીયાનો વપરાશ વધુ થઈ રહ્યો છે. સોશિયલ મિડીયા થકી થતા ફાયદા અને ગેર ફાયદા વિશે સમજ આપી હતી. તેમણે મહિલા કર્મીઓને જણાવ્યું હતું કે સોશિયલ મિડિયામાં ખાસ કરીને મહીલાઓએ કોઇ પણ પોસ્ટ કરતા પહેલા બે વાર વિચાર કરવો જરૂરી છે.

જો તમે વગર વિચાર્યે કોઇ પોસ્ટ કરશો તો તમને તેના પોઝીટીવ વાઇબ્સ નહીં મળે અને તેના નેગેટીવ વાઇબ્સ આપની ઇમેજને બગાડી શકે છે. આપ જયારે પણ કોઇ પણ પોસ્ટ કરો તો તે લખી પહેલા વિચારવું જરૂરી છે.સાથે તેમણે મહીલાઓને સોશિયલ મિડિયાના ફાયદા પણ સમજાવ્યા કે કેવી રીતે તમે તમારા મિત્રો,સ્નેહીજનોની નજીક આવી શકો અને તેમને પ્રત્યક્ષ હાજર ન રહેતા પરોક્ષ રીતે શુભેચ્છા દુ:ખ શેર કરી શકો છો.

Next Story