Connect Gujarat
Featured

ભરૂચ : કસક ગરનાળું વાહનવ્યવહાર માટે રહેશે ખુલ્લુ, જુઓ કેમ તંત્રએ બદલ્યો નિર્ણય

ભરૂચ : કસક ગરનાળું વાહનવ્યવહાર માટે રહેશે ખુલ્લુ, જુઓ કેમ તંત્રએ બદલ્યો નિર્ણય
X

ભરૂચના પુર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડવામાં મહત્વની ભુમિકા ભજવી રહેલાં કસક ગરનાળાને એક મહિના માટે બંધ રાખવાના જાહેરનામાને રદ કરવામાં આવ્યું છે. બ્રિજની ડીઝાઇનમાં ફેરફાર થતાં હવે કસક ગરનાળામાંથી રાબેતા મુજબ વાહનો અવરજવર કરી શકશે.

ભરૂચના પુર્વ અને પશ્ચિમ વિસ્તારના નાના- મોટા વાહનચાલકો કસક ગરનાળાનો ઉપયોગ કરતાં હોય છે. નર્મદા મૈયા બ્રિજની કામગીરીના કારણે કસર ગરનાળાને સોમવારથી એક મહિના માટે બંધ કરવાનો નિર્ણય વહીવટીતંત્ર તરફથી લેવાયો હતો. કસક ગરનાળુ એક મહિના માટે બંધ રહેવાના નિર્ણય બાદ શહેરીજનો વિમાસણમાં મુકાય ગયાં હતાં.

કસક ગરનાળુ બંધ રહે તો ભુગૃઋષિ બ્રિજ પર વાહનોનું ભારણ વધી જાય અને ટ્રાફિકની સમસ્યા વિકટ બનવાની દહેશત સેવાઇ રહી હતી. માર્ગ અને મકાન વિભાગે કલેકટર કચેરીમાં બ્રિજની ડીઝાઇનમાં ફેરફાર હોવાથી હાલ કસક ગરનાળુ બંધ નહિ રાખવા દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તના આધારે કલેકટરે જાહેરનામુ રદ કરી દીધું છે. આ બાબતે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે પણ રજુઆત કરી હતી.

Next Story