Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ કેલોદ ગામેથી માટીનાં ખોદકામ અંગે બે જૂથ, એક નો વિરોધ તો બીજાનું સમર્થન

ભરૂચઃ કેલોદ ગામેથી માટીનાં ખોદકામ અંગે બે જૂથ, એક નો વિરોધ તો બીજાનું સમર્થન
X

કેલોદ ગામની સર્વે નંબર 724 વાળી જગ્યામાં થતું માટીનું ખોદકામ કાયદેસર હોવાનું ગામના જ લોકોએ કલેક્ટરને જણાવ્યું.

ભરૂચ તાલુકાનાં કેલોદ ગામમાં આવેલી સર્વે નંબર 724 વાળી જમીનમાં ખોદકામ કરી માટીને અન્યત્ર લઈ જવામાં આવતી હોવાનો ગામનાં કેટલાંક લોકોએ અગાઉ આક્ષેપ કર્યો હતો. અને તેને અટકાવવા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. તેની સામે આજરોજ ફરીથી ગામનાં જ લોકોએ આ કામ કાયદેસરનું અને ગ્રામસભાનાં ઠરાવ મુજબ જ થઈ રહ્યું હોવાની લેખિત જાણકારી સાથે જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યા હતા. જેથી એક જ ગામમમાં બે વિરોધાભાસી રજૂઆતો જિલ્લા કલેક્ટર સમક્ષ આવતાં હવે તંત્રએ યોગ્ય તપાસ કરવી જ રહી.

ભરૂચ તાલુકામાં આવેલાં કેલોદ ગામના લોકોએ આજરોજ જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સર્વે નંબર 724 વાળી જગ્યામાં જે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. તે સંદર્ભે અગાઉ તારીખ 22-05-2018નાં રોજ મળેલી ગ્રામસભામાં ઠરાવ કરી આ જગ્યામાં આવેલા તળાવને ઊંડુ કરવા માટે ઠરાવવામાં આવ્યું હતું. જ્યાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત તેને ઉંડુ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ તળા ઉંડું કરવા માટે ભરૂચ જિલ્લામાં એક્ષપ્રેસ હાઈવેનું કામ કરતી સાગર ઈન્સ્ફ્રાસ્ટ્ર્ક્ચરને કામ સોંપવામાં આવ્યું હતું. જે કાયદેસર છે. કારણ કે ગામમાં તમામ લોકોનાં પાણીના ઉપયોગ માટે આ એક સ્રોત છે. જ્યાં પાણીનો સંગ્રહ કરી ગામનાં લોકો અને ઢોર ઢાંખર પણ ઉપયોગ કરી શકે.

આ અગાઉ ગામનાં કેટલાંક ખેડૂતોએ જિલ્લા કલેક્ટરની રજૂઆતમાં જણાવ્યું હતું કે, ગામની સર્વે નંબર 724 વાળી જગ્યામાં પોતાનાં ખેતરમાં તૈયાર થયેલા પાકને અહીં લાવીને ખલી કરી પાકને કાઢે છે. તો આ સિવાયનાં સમયમાં ગામનાં યુવાનો આ જમીનનો વિવિધ રમતો માટે ઉપયોગ કરે છે. તો સુખ-દુઃખનાં પ્રસંગોએ પણ ગામનાં લોકો અહીં ભેગા મળે છે. આવા સંજોગોમાં ભરૂચ જિલ્લામાં એક્ષપ્રેસ હાઈવેનું કામ કરતી સાગર ઈન્સ્ફ્રાસ્ટ્ર્ક્ચર દ્વારા આ જમીનમાંથી માટી ખોદીને લઈ જવામાં આવે છે. જેના કારણે ગામનાં ખેડુતોને મોટું નુકશાન થઈ રહ્યું છે. જે સંપૂર્ણ પણે ખોટી છે અને ગામના વિકાસને અટકાવવા માટે કેટલાંક લોકો દ્વારા ખોટી રીતે રજૂઆત કરવામાં આવી હોવાનો આક્ષેપ કરી આઝરોજ ફરીથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

Next Story