Connect Gujarat
Featured

ભરૂચ : ખેડુતો અને બેરોજગારોના સમર્થનમાં આવ્યું યુથ કોંગ્રેસ, જુઓ શું આપ્યો કાર્યક્રમ

ભરૂચ : ખેડુતો અને બેરોજગારોના સમર્થનમાં આવ્યું યુથ કોંગ્રેસ, જુઓ શું આપ્યો કાર્યક્રમ
X

પંજાબ અને હરિયાણાના ખેડુતો નવા કૃષિ કાયદાઓ પરત લેવાની માંગ સાથે આંદોલન ચલાવી રહયાં છે ત્યારે હવે યુથ કોંગ્રેસ પણ ખેડુતો તથા બેરોજગારોના સમર્થનમાં આગળ આવ્યું છે. સોમવારના રોજ ભરૂચના સ્ટેશન રોડ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે ધરણાનો કાર્યક્રમ આપ્યો હતો.

રાજયમાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચુંટણીના પડઘમ વાગી રહયાં છે તો બીજી તરફ ખેડુતો સરકારને હંફાવી રહયાં છે. આવા સંજોગોમાં વિપક્ષ સરકારને ઘેરવાના તમામ પ્રયાસો કરી રહી છે. નવા કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની માંગ સાથે હરિયાણા અને પંજાબના ખેડુતો એક મહિના ઉપરાંતથી આંદોલન ચલાવી રહયાં છે ત્યારે યુથ કોંગ્રેસે કાયદાઓ પાછા ખેચવાની માંગ કરી છે. બીજી તરફ ઔદ્યોગિક વસાહતો ધરાવતાં ભરૂચ જિલ્લામાં સ્થાનિકોને રોજગારી આપવામાં આવતી ન હોવાના આક્ષેપો પણ યુવા કોંગી અગ્રણીઓએ કર્યા છે. રાજય સરકાર બેરોજગારો માટે નોકરીઓનું સર્જન કરવામાં નિષ્ફળ રહી છે ત્યારે સોમવારના રોજ ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ધરણા યોજી સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો હતો.

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા. ખેડૂતો અને બેરોજગારોના સમર્થનમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હાથમાં પ્લે કાર્ડ સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી ધરણા પર બેઠા.

Next Story