Connect Gujarat
Featured

ભરૂચ : ગોરટીયા ગામે દાદીની નજર સામે હત્યારાએ પૌત્રને રહેંસી નાંખ્યો

ભરૂચ : ગોરટીયા ગામે દાદીની નજર સામે હત્યારાએ પૌત્રને રહેંસી નાંખ્યો
X

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલાં ગોરટીયા ગામે ગોરટીયા ગામે દાદીની નજર સામે જ પૌત્રની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પોલીસ સુત્રીય માહિતી અનુસાર ગોરાટીયા ગામે રહેતા ચીકુબેન નાનુભાઈ વસાવા વેપાર ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ ચીકુબેનના પુત્ર વનેશનો પાંચ વર્ષીય પુત્ર વેદ તેમની દુકાને આવેલો હતો. બપોરના અઢી વાગ્યાના અરસામાં વેદ તેની દાદી ચીકુબેનની દુકાનેથી રસ્તામાં ચાલતો ચાલતો ઘર તરફ જતો હતો તે દરમિયાન કેતન વસાવાના ઘર પાસેથી પસાર થતો હતો તે સમયે કેતને માસુમ બાળક પર કુહાડીથી હુમલો કરી દીધો હતો. પૌત્રને બચાવવા માટે દાદી દુકાનની બહાર દોડી આવ્યાં હતાં. તેમણે વેદના માથામાં ઘુસી ગયેલી કુહાડી બહાર કાઢી વેદને સારવાર માટે ખસેડયો હતો. ગંભીર રીતે ઘવાયેલા વેદને સારવાર માટે વડોદરા લઇ જવાયો હતો જયાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ સંદર્ભમાં ચીકુબેન વસાવાએ ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં કેતન વસાવા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story