ભરૂચ : કીરણ પટેલ મેડીકલ કોલેજના શ્રીગણેશ, જુઓ કેટલી બેઠકો પર અપાશે પ્રવેશ

0

ભરૂચની સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થયા બાદ હવે મેડીકલ કોલેજ શરૂ કરવાની મંજુરી મળી ગઇ છે. ચાલુ વર્ષથી મેડીકલ કોલેજમાં એમબીબીએસની 150 બેઠકો પર પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરાશે.

ભરૂચ સિવિલમાં નિષ્ણાંત તબીબોની જગ્યાઓ ખાલી હોવાથી ઘણીવાર દર્દીઓને વડોદરા કે સુરત કે અન્ય જિલ્લાઓમાં રીફર કરવા પડે છે. ભરૂચમાં મેડીકલ કોલેજ પણ આવનારી હોવાથી સિવિલમાં સારવાર માટે આવતાં દર્દીઓને મેડીકલ કોલેજના પ્રોફેસર તથા વિદ્યાર્થીઓની સેવાનો પણ લાભ મળી શકશે. જેથી દર્દીઓના વડોદરા કે સુરત સુધીના ધકકા ઓછા થઇ જશે.ભરૂચમાં સિવિલનું ઘણા સમયથી રૂદ્રાક્ષ એકેડેમી પ્રાઈવેટ લિમિટેડ વડોદરા દ્વારા સંચાલન કરાઈ રહ્યું છે.

રૂદ્રાક્ષ એકેડેમી દ્વારા જલ્દી મેડિકલ કોલજ શરૂ થાય તેની તૈયારીઓ પૂરજોશમાં કરાઈ રહી હતી.ત્યારે ગુજરાત સરકારની હેલ્થ પોલિસી – 2016 અન્વયે રૂદ્રાક્ષ એકેડેમી પ્રાઈવેટ લિમિટેડ વડોદરા સંચાલિત ભરૂચ સિવિલ ખાતે ડૉ.કિરણ સી પટેલ મેડિકલ કોલેજ અને રિચર્સ ઈન્સ્ટિયૂટ માટે વર્તમાન શૈક્ષણિક વર્ષ 2020-21 માટે MBBS વિદ્યાશાખાનો કોર્ષ 150 બેઠકોની પ્રવેશ ક્ષમતા સાથે શરૂ કરવાની નેશનલ મેડિકલ કમિશન,નવી દિલ્હી દ્વારા મંજૂરી મળી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here