Connect Gujarat
Featured

ભરૂચ: લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત પ્રથમ ગુનો, ચાર આરોપીઓની ધરપકડ

ભરૂચ: લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત પ્રથમ ગુનો, ચાર આરોપીઓની ધરપકડ
X

વાલિયાની સીલુડી ચોકડી નજીક ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરનાર આઠ ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાધાતા ચકચાર મચી જવા પામી છે.

વાપીના છરવાડા રોડ પર આવેલ મહાવીર રેસીડન્સીમાં રહેતા સુરેશભાઈ ભુરાલાલા જૈનનાઓએ વાલિયા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર ૧૦ વર્ષ પહેલા વાલિયાની સીલુડી ચોકડી નજીક ઓદ્યોગિક હેતુસર મહાવીર એન્ટરપ્રાઈઝના નામે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ ખરીદી કર્યો હતો. જે પ્લોટમાં આઠ ઈસમો દ્વારા ગેરકાયદેસર દબાણ ઉભા કરવામાં આવ્યા છે.

જે અંગે મૂળ માલિકને જાણ થતા તેઓએ દબાણ કરનાર રામજી નાગજી ભરવાડ, હરજી નાગજી ભરવાડ, જગસિંહ નાગજી ભરવાડ, ભીખા નાગજી ભરવાડ સહિત આઠ દબાણકર્તાઓ સામે વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે તમામ દબાણકર્તાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધી ચાર આરોપીઓ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ભરૂચમાં પ્રથમ ગુનો નોધાયો હતો.

Next Story