Connect Gujarat
Featured

ભરૂચ : સરકારે 5 કરોડ રૂપિયાની ફાળવણી કરતાં વકીલોમાં ખુશીનો માહોલ

ભરૂચ : સરકારે 5 કરોડ રૂપિયાની ફાળવણી કરતાં વકીલોમાં ખુશીનો માહોલ
X

રાજયના નાણાપ્રધાન નિતિન પટેલે રજુ કરેલા બજેટમાં સરકારે વકીલોના હિત માટે રૂપિયા ૫ કરોડની ફાળવણી કરતા ભરૂચ જિલ્લાના વકીલોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

ગુજરાત સરકારે વર્ષ 2020-2021ના બજેટને વિધાનસભામાં રજુ કર્યું છે. બજેટમાં વિવિધ ક્ષેત્રોમાં નાણાની જોગવાઇ કરવામાં આવી છે. રાજયના વકીલોના હિત માટે 5 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવતાં વકીલ મંડળમાં ખુુશીનો માહોલ જોવા મળી રહયો છે. ગુજરાત બાર એસોસીએશનને નાણાની ફાળવણી માટે કરેલી રજુઆતનો સરકારે સ્વીકાર કર્યો છે. ભરૂચના વકીલોએ ગુરૂવારના રોજ કોર્ટ પરિસરમાં ફટાકડા ફોડી સરકારના નિર્ણયને આવકારી ઉજવણી કરી હતી.

Next Story