• ગુજરાત
  • શિક્ષણ
વધુ

    ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની બે છાત્રાઓએ મેળવ્યાં ગોલ્ડમેડલ

    Must Read

    અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુકાવી કોવીડ રસી, પત્ની સાથે લીધો પ્રથમ ડોઝ

    દેશમાં ત્રીજા તબક્કાનું વેક્સીનેશન ચાલી રહ્યું છે. ત્યારે રાજ્ય નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સોલા સિવિલ હોસ્પિટલ...

    ગુજરાતમાં આ શું થઇ રહયું છે, વડોદરા બાદ હવે આણંદમાં પરિવારનો સામુહિક આપઘાત

    વડોદરા બાદ આવી જ ઘટના આણંદમાં સામે આવી છે. આણંદના ગ્રીડ વિસ્તારમાં આવેલી જીવનદીપ સોસાયટીમાં રહેતાં માતાએ...

    અમદાવાદમાં વૃદ્ધ પટેલ દંપતિની તેમનાજ આલીશાન બંગલામાં કરપીણ હત્યા, લુંટ વિથ મર્ડરની આશંકા

    અમદાવાદના અનેક બંગલાઓમાં વૃધ્ધ દંપતિઓ એકલવાયુ જીવન ગુજારતાં હોય છે. હાલમાં જ આવા દંપત્તિઓને નિશાન બનાવી લુંટ...

    ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની યશકલગીમાં વધુ એક પિચ્છનો ઉમેરો થયો છે. તાજેતરમાં ગુજરાત ટેકનીકલ યુનિવર્સીટી ( જીટીયુ) દ્વારા આયોજીત પદવીદાન સમારંભમાં કોલેજની બે છાત્રાઓએ ગોલ્ડમેડલ મેળવી કોલેજ તથા ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

    ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ નિપુણ પ્રાધ્યાપકોના માર્ગદર્શન હેઠળ ઉચ્ચકક્ષાનું શિક્ષણ મેળવી રહયાં છે. કોલેજના વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃતિઓ તેમજ અભ્યાસમાં પોતાની નિપુણતા સાબિત કરી કોલેજનું ગૌરવ વધારી રહયાં છે. તાજેતરમાં કોલેજની બે છાત્રાઓએ ગોલ્ડમેડલ મેળવી કોલેજને ગૌરવ અપાવ્યું છે. ગુજરાત ટેકનીકલ યુનિવર્સીટી દ્વારા તાજેતરમાં પદવીદાન સમારંભ યોજાયો હતો.

    જેમાં લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ કોલેજની છાત્રા હુમા મિયાજીએ સબ્જેકટ ટોપર તરીકે જયારે હમીરાબાનુ પઠાણે મેડિસિનલ કેમેસ્ટ્રીનું કન્ડીશનલ ગોલ્ડમેડલ મેળવ્યો છે. બંને છાત્રાઓએ ગોલ્ડમેડલ મળવા પાછળનો શ્રેય તેમના માતા-પિતા, કોલેજના મેનેજમેન્ટ તથા સ્ટાફને આપ્યો છે. સંસ્થાના ચેરમેન એમ.એસ.જોલી, ટ્રસ્ટી યોગેશ પારીક, કરણ જોલી, કોલેજના આચાર્ય પ્રોફેસર ડૉ. કિશોર ઢોલવાણી તથા સ્ટાફે બંને છાત્રાઓને અભિનંદન પાઠવી તેમની સિધ્ધિને બિરદાવી છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    video

    અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુકાવી કોવીડ રસી, પત્ની સાથે લીધો પ્રથમ ડોઝ

    દેશમાં ત્રીજા તબક્કાનું વેક્સીનેશન ચાલી રહ્યું છે. ત્યારે રાજ્ય નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સોલા સિવિલ હોસ્પિટલ...
    video

    ગુજરાતમાં આ શું થઇ રહયું છે, વડોદરા બાદ હવે આણંદમાં પરિવારનો સામુહિક આપઘાત

    વડોદરા બાદ આવી જ ઘટના આણંદમાં સામે આવી છે. આણંદના ગ્રીડ વિસ્તારમાં આવેલી જીવનદીપ સોસાયટીમાં રહેતાં માતાએ પોતાના બે સંતાનો સાથે ઝેરી...

    અમદાવાદમાં વૃદ્ધ પટેલ દંપતિની તેમનાજ આલીશાન બંગલામાં કરપીણ હત્યા, લુંટ વિથ મર્ડરની આશંકા

    અમદાવાદના અનેક બંગલાઓમાં વૃધ્ધ દંપતિઓ એકલવાયુ જીવન ગુજારતાં હોય છે. હાલમાં જ આવા દંપત્તિઓને નિશાન બનાવી લુંટ ચલાવતી ગેંગ સક્રિય બની છે...
    video

    સુરત : બે મિત્રો નોકરી માટે જતાં હતાં ઇન્ટરવ્યુ આપવાં, જુઓ નોકરીના બદલે શું મળ્યું

    સુરતમાં ઇન્ટરવ્યુ આપવા જઇ રહેલાં બે મિત્રો પૈકી એકનું બાઇક ટેમ્પો સાથે અથડાતાં મોત નીપજયું હતું જયારે અન્યને ઇજા થતાં સારવાર માટે...
    video

    બનાસકાંઠા : રાણપુર ગામે ખેતરમાં પોલીસનો દરોડો, જુઓ ખેતરમાંથી શું મળ્યું

    ગુજરાત સરકારે જ ખુદ કબુલાત કરી છે કે બે વર્ષમાં રાજયમાં 68 કરોડ રૂપિયા ઉપરાંતનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. રાજયમાં ડ્રગ્સના...

    More Articles Like This

    - Advertisement -