Connect Gujarat
Featured

ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના આચાર્ય પર આવ્યો ધમકીભર્યો ફોન, જુઓ પછી શું થયું

ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના આચાર્ય પર આવ્યો ધમકીભર્યો  ફોન, જુઓ પછી શું થયું
X

ભરૂચ શહેરના ભોલાવ ખાતે આવેલી લક્ષ્મી નારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસીના પ્રિન્સિપાલને નિશાંત કાટકોટીયા નામના ઇસમે ધમકી આપી હોવાની ફરિયાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.

આણંદના બાકરોલ ખાતે રહેતાં ડો. કિશોર કનૈયાલાલ ઢોલવાણી ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મી નારાયણદેવ ફાર્મસી કોલેજમાં પ્રોફેસર તેમજ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. તેમની કોલેજ શ્રી સ્વામીનારાયણ શીશુ સહાયક કેન્દ્ર ટ્રસ્ટ હેઠળ ચાલે છે. ગત 4 ડિસેમ્બરે તેઓ તેમના સાથેના પ્રોફેસર રાજેશ ડોડિયા સાથે ઘરે જઇ રહ્યાં હતાં. તે દરમિયાન રાજેશ ડોડિયાના ફોન પર નિશાંત કાટકોટીયા નામના ઇસમે ફોન કર્યો હતો. તેણે પોતાની સ્વામી નારાયણ શિશુ સહાયક કેન્દ્રના સીઇઓ હોવાની ઓળખ આપી હતી.

જે બાદ સંસ્થાઓના ટ્રસ્ટીઓની જાણ બહાર સ્ટાફના પગારની કામગીરી કરી હોવાની તેમજ બિનઅધિકૃતરીતે બેન્કની મુલાકાત લીધી તેવી ધમકીઓ આપતાં તેમણે હું પ્રિન્સિપાલ નથી તેમ કહી ફોન કટ કર્યો હતો. જે બાદ તેણે પુન: ફોન કરી પ્રિન્સીપાલ કિશોર ઢોલવાણીને પણ ધમકાવી રૂપિયા 10.59 લાખની ઉચાપત કરી હોવાના પણ આક્ષેપ કર્યાં હતાં. બનાવ સંદર્ભમાં સી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story
Share it