Connect Gujarat
ગુજરાત

ભરૂચનાં ટંકારિયા ગામે રેડ કરવા ગયેલી પોલીસ ઉપર પથ્થરમારો

ભરૂચનાં ટંકારિયા ગામે રેડ કરવા ગયેલી પોલીસ ઉપર પથ્થરમારો
X

જુગારધામ ઉપર રેડ કરવા ગયેલી પોલીસ ટીમ ઉપર થયો હુમલો

ભરૂચનાં ટંકારિયા ગામે સ્ટેટ વિજીલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન જુગારધામ ઉપર દરોડા પાડતાં સ્થળ ઉપર રહેલા જુગારીઓએ વિજિલન્સની ટીમ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઉપર પથ્થરમારો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જયારે રેડ કરવા ગયેલી ટીમે સ્થળ ઉપરથી દશ જુગારીઓને ઝડપી પાડ્યા છે.

ગાંધીનગરથી સ્ટેટ વિજિલન્સ દ્વારા લોકલ ક્રાઈમ બ્રાન્ચને સાથે રાખીને બીજી વખત ભરૂચ જિલ્લામાં જુગારધામ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે રેડ કરવા ગયેલી સ્ટેટ વિજિલન્સ તથા લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમ ઉપર હુમલો થયો છે.

આ અગાઉ અંકલેશ્વરનાં ભાદી ગામે સ્ટેટ વિજિલન્સ દ્વારા દરોડા પાડતાં મોટું જુગારધામ સામે આવ્યું હતું. જે પ્રકરણમાં પોલીસ કર્મીઓને પણ જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ભરૂચ તાલુકાના અતિ સંવેદનશીલ એવા ટંકારીયા ગામે ધમધમતા જુગારધામ પર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પોલીસ કાફલા સાથે રેડ કરતા સ્થાનિક રહીશોએ પોલીસની ટીમ પર ભારે પથ્થરમારો પણ કર્યો હતો. પથ્થરમારાના પગલે પોલીસે હવામાં ફાયરીંગ કરી બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટનામાં પોલીસે દસ જેટલા જુગારીયાઓની ધરપકડ કરી હતી.

[gallery td_select_gallery_slide="slide" size="full" ids="62947,62948,62946,62945,62944,62943,62942,62941,62940"]

ભરૂચમાં એસ.પી. તરીકે રાજેન્દ્રસિંહ ચુડાસમાના આવ્યા બાદ દારૂ અને જુગાર સહિતની બદીઓને ડામવા માટે કવાયત હાથ ધરતા બુટલેગરો અને જુગારીયાઓમાં ફફડાટ ઉભો થયો છે. ઘણા બુટલેગરો અને જુગારીયા અન્ડરગ્રાઉન્ડ થઇ ગયા છે. જાકે ટંકારીયા ખાતે બેખોફ બનીને ચાલતા જુગારધામને બંધ કરાવવા માટે પોલીસે કવાયત હાથ ધરી હતી. ટંકારીયા એક અતિસંવેદનશીલ ગામ ગણાય છે. અગાઉ ગાયની કતલના મામલે પોલીસે રેડ કરતા સ્થાનિક લોકો સાથે મોટાપાયે ઘર્ષણ ઉભા થયા હતા. આ હકીકતોને ધ્યાને રાખી લોકલ ક્રાઈમ બ્રાન્ચે ૨૦ થી રપ જેટલા પોલીસકર્મીઓ અને અધિકારીઓના કાફલા સાથે ટંકારીયા ખાતે જુગારધામ ચલાવતા બિલાલને ત્યાં રેડ કરી હતી. પોલીસની રેડના પગલે ત્યાંના સ્થાનિક રહીશોએ પોલીસ ઉપર ભારે પથ્થરમારો કરતા ઘર્ષણની સ્થિતિ સર્જાઇ હતી. વાતાવરણ તંગ બની જતા પોલીસે આખરે હવામાં બે ફાયરીંગ કરી બળપ્રયોગ કરતા નાસભાગ મચી હતી. પોલીસના આકરા પગલાંની સામે સ્થિતિ કાબુમાં આવતા એલ.સી.બી.એ દસ જેટલા જુગારીયાઓની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનામાં ૪ જેટલા પોલીસકર્મીઓ પણ ઘાયલ થતા તમામને ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે લવાયા હતા.

  • ટંકારીયા ગામની મહિલાઓને પોલીસે મારી હોવાના આક્ષેપ

રેડ દરમિયાન પોલીસના બળપ્રયોગમાં ઇજા પામેલ ચાર જેટલી મહિલાઓમાં જેનાબ ઇકરામ લાલન, સમીમ સાદિક લાલન,યસમીન સલીમ લાલન,સુહાના સલીમ લાલન તમામ રહેવાસી St કોલોની રહેવાસી ને સારવાર અર્થે ભરૂચની હિલીંગ ટચ ખાતે લવાઇ હતી. જ્યાં મહિલાઓએ પોલીસે અચાનક જ આવી ઘરના બારણે બેઠેલી નિર્દોષ મહિલાઓની સાથે મારપીટ કરી ઢોરમાર માર્યો હોવાના આક્ષેપ કર્યા હતા.

  • પોલીસે ૧પ દિવસ પહેલાં પણ રેડ કરી હતી

ટંકારીયા ખાતે ચાલતા જુગારધામને બંધ કરાવવા માટે પોલીસે ૧પ દિવસ પહેલાં પણ રેડ કરી હતી. જાકે પોલીસની રેડ અંગે જુગારધામ ચલાવનારને કોઇ માહિતી મળી હોય કે અન્ય અણસાર આવ્યા હોય. તત્કાલીન ધોરણે જુગારધામ ખાલી કરી નાંખ્યું હતું. દરમિયાન પોલીસે રેડ કરતા જુગારધામ ઝડપાયું ન હતું અને પોલીસે બીલાલની ડેલી પર થપ્પો મારીને પાછા આવવું પડયું હતું.

  • જુગારધામને કોઇ મોટા રાજકીય નેતાનું પીઠબળ હોવાની ચર્ચા

ભરૂચમાં એસ.પી. તરીકે રાજેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા બાદ જિલ્લાના ઘણા ભાગોમાં ચાલતા જુગારધામો પર તેમણે સપાટો બોલાવ્યો હતો. જાકે ટંકારીયામાં બેખોફ બની જુગારધામ ધમધમતું હતું. તેની પાછળ ભરૂચના જ કોઇ મોટા રાજકીય નેતાનું પીઠબળ હોવાની ચર્ચાએ જાર પકડયું છે. જુગારધામનો સંચાલક બિલાલ રાજકીય નેતાઓ સાથે સંપર્કો ધરાવતો હોવાનું અને તેમની સાથે દેખાતો હોવાનું પણ કહેવાય છે.

Next Story