સુરત શહેર તથા ભરૂચ જીલ્લા ખાતે અગાઉ વાહનચોરીના ગુનામાં પકડાયેલ રીઢા વાહન ચોરને ૪ બાઇક સાથે પકડી પાડતી ભરૂચ LCB

પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકનાએ અનડીટેક્ટ વાહનચોરીના ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા બાબતે આપેલ સુચના આધારે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સેપક્ટર ઝાલાનાઓના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ ચૌહાણની ટીમ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલીંગમાં હતી.
દરમ્યાન બાતમી મળેલ કે અગાઉ સુરત તથા ભરૂચ જીલ્લામાં વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ અનસ લહેરી રહે. ખરોડનો તેની પાસેની કાળા કલરની સ્પ્લેન્ડર મોટર સાઇકલ નં GJ-16-AH-8280 લઇ ખરોડ ગામથી પનોલી બ્રીજ નીચે સર્વિસ રોડ ઉપર થઇ પાનોલી GIDC માં જનાર છે. જે બાતમી આધારે વોચ દરમ્યાન વાહન ચોરને પકડી પાડી અને તેની ઘનિષ્ટ પુછપરછ કરતાં તેનું નામ અનસ ફારૂક લહેરી ઉ.વ.૩૫ રહે.ખરોડ લહેરી ફળીયુ તા.અંકલેશ્વર જી. ભરૂચ હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે તેની પાસેથી અન્ય કાગળો વગરની ૩ બાઇકો મળી આવેલ અને આ બાઇક બાબતે યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા પકડાયેલ ચાર બાઇક પૈકી એક મો.સા. સને ૨૦૧૭ માં સુરત શહેર અમરોલી વિસ્તારમાંથી ચોરી કરેલાની તથા એક બાઇકની દોઢેક માસ અગાઉ પાનોલી GIDC માંથી ચોરી કરેલાની હકિકત કબુલાત કરી હતી. તેમજ પુછપરછ દરમિયાન અન્ય બાઇકના અસલી કાગળો મળી આવેલ ન હતા. પોલીસે પકડાયેલ આરોપી પાસેથી કુલ રૂપિયા ૮૭,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સાથે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી સારૂ અંકલેશ્વર રૂલર પો.સ્ટે.માં સોંપવામાં આવ્યો હતો.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
અમદાવાદ : જગન્નાથ રથયાત્રામાં નિજ મંદિરથી દરિયાપુર સુધી સંવેદનશીલ...
28 Jun 2022 11:50 AM GMTપાવાગઢ પર્વતની ઢંકાયેલી સુંદરતા બહાર આવી, જુઓ પ્રાકૃતિક નજારો
28 Jun 2022 11:41 AM GMTરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા ગાંધીનગર આવશે, કોંગ્રેસ ધારાસભ્યો...
28 Jun 2022 11:32 AM GMTસુરત : અન્ય રાજ્યના વેપારીઓની અવર-જવર શરૂ થતા કાપડના વેપારીઓને...
28 Jun 2022 11:15 AM GMTઅંકલેશ્વર : ટી.એમ.શાહ એન્ડ એ.વી.એમ. વિદ્યામંદિર શાળાના વિદ્યાર્થીઓએ...
28 Jun 2022 11:12 AM GMT