Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

ભરૂચઃ વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
X

મૂળ આમોદનો અને હાલ ભરૂચમાં રહેતો શખ્સ અનેક ગુનાઓમાં ફરાર હતો.

વિદેશી દારુનો વે૫લો કરવામાં નાસતો ફરતો મૂળ આમોદ તાલુકાના સમની ખાતેનો અને હાલ ભરૂચનાં ભોલાવ ખાતે વ્રજવિહાર સોસાયટીમાં રહેતો કુખ્યાત બુટલેગર રાજુ ઉર્ફે રાજુ રસોઇયાને ભરૂચની પેરોલ ફર્લો ટીમે ઝડપી પાડ્યો છે.

રાજુ રસોઇયા ૫ર ભરૂચ શહેર, હાલોલ ટાઉન અને વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરી કરવાના ગુના નોંધાયેલા છે. જે છેલ્લા કેટલાક સમયથી ફરાર હતો. પેરોલ ફર્લોની ટીમને રાજુ રસોઇયો ભરૂચમાં આવવાની માહિતી મળતા તેમણે વોચ ગોઠવી હતી. ભરૂચ શહેરમાંથી રાજુ રસોઇયાને ઝડપી પાડયો હતો. પેરોલ ફર્લોની ટીમના હાથે ઝડપાયેલા રાજુ રસોઇયાને ઍ ડિવિઝન પોલીસને સોં૫તા પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.

Next Story