Connect Gujarat
Featured

ભરૂચ: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો ફોર્મ ભર્યા, જુઓ માહોલ

ભરૂચ: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો ફોર્મ ભર્યા, જુઓ માહોલ
X

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારો જાહેર કર્યા બાદ આજરોજ ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા અને જીતના દાવા કર્યા હતા.

રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મુરતિયાઓ જાહેર કરી દેવામાં આવ્યા છે. શનિવારના રોજ ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ હોય આજરોજ ભરૂચ કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો અને કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો.

ભાજપના ઉમેદવારોએ ઉત્સાહ સાથે પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. કોવડ 19ની ગાઈડ લાઇન પ્રમાણે માત્ર ગણતરીના લોકોને જ ચૂંટણી અધિકારીની કેબિનમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો જો કે કલેક્ટર કચેરીના પટાંગણમાં ગાઈડ લાઇનના ધજાગરા જોવા મળ્યા હતા.શોશ્યલ ડિસ્ટન્સતો દેખાતું જ ના હતું તો ઘણા કાર્યકરોએ માસ્ક પણ પહેર્યો ન હતો. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનોની હાજરીમાં ભરૂચ નગર સેવા સદન, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ પ્રસંગે આગેવાનો અને ઉમેદવારોએ જીતના દાવા કર્યા હતા

આ તરફ ભાજપમાંથી ટિકિટ ન મળતા કેટલાક કાર્યકરોમાં નારાજગી પણ જોવા મળી રહી છે ત્યારે વોર્ડ નંબર 9માં ભાજપમાથી જીતનાર સતિશ મિસ્ત્રીને આ ચૂંટણીમાં ટિકિટ ન મળતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોધાવી હતી અને જીતનો દાવો કર્યો હતો.

Next Story