Connect Gujarat
Featured

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને લઈ પોલીસ દ્વારા જીલ્લાની સરહદ પર વાહન ચેકિંગ હાથ ધરાયું

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને લઈ પોલીસ દ્વારા જીલ્લાની સરહદ પર વાહન ચેકિંગ હાથ ધરાયું
X

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના તવડી ગામ નજીક આવેલ ભરૂચ જીલ્લાની સરહદ પર પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે, ત્યારે પોલીસ વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે. ભરૂચ જિલ્લાની તમામ સરહદો પર જિલ્લા પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તવડી ગામ નજીક પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર-પ્રસારનો ધમધમાટ શરૂ થયો છે.

તો બીજી તરફ આવનાર ચૂંટણી દરમ્યાન થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા સહિત દારૂની હેરાફેરી રોકવા અને લોકોમાં વિશ્વાસ સંપાદન થાય તે હેતુસર પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચૂંટણી અનુલક્ષી આચારસંહિતાનો કડક અમલ થાય અને કાયદો વ્યવસ્થા જળવાય તે હેતુથી નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ મથકના મહિલા પી.એસ.આઇ. એસ.ડી.પટેલ તેઓના સ્ટાફ સાથે હાજર રહી જિલ્લાની સરહદ પર સધન ચેકિંગ હાથ ધર્યું હતું.

Next Story