Connect Gujarat

ભરૂચ : “લોકડાઉનમાં લોકસેવા”, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસો. દ્વારા જરૂરીયાતમંદો માટે 10 હજાર સહાય કીટ તૈયાર કરાઇ

ભરૂચ : “લોકડાઉનમાં લોકસેવા”, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસો. દ્વારા જરૂરીયાતમંદો માટે 10 હજાર સહાય કીટ તૈયાર કરાઇ
X

હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારીના પગલે લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે માટે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા લોકસેવા માટે 10 હજાર જેટલી સહાય કીટ તૈયાર કરવામાં આવી છે.

જેમાં 15 દિવસ ચાલે એટલા ઘઉં, ચોખા, હળદર, મરચું, મીઠું, તેલ સહિતની અલગ અલગ ખાદ્ય ચીજવસ્તુઓ રાખવામાં આવી છે, ત્યારે જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી તેમજ મામલતદારના આદેશ અનુસાર જરૂરીયાતમંદોને સહાય કિટનું વિતરણ કરવામાં આવશે. લોકસેવા કરવા માટેના આ સુંદર કાર્યને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના તમામ સભ્યોએ બિરદાવ્યું હતું.

Next Story
Share it