Connect Gujarat

ભરૂચ : લોકડાઉનના કારણે ફુલોનું બજાર “ડાઉન”, વેપારીઓની હાલત કફોડી

ભરૂચ : લોકડાઉનના કારણે ફુલોનું બજાર “ડાઉન”, વેપારીઓની હાલત કફોડી
X

હાલ ચૈત્ર નવરાત્રિ ચાલી રહી હોવા છતાં ફુલોના બજારમાં ઘરાકી નથી. પ્રથમ વખત ચૈત્ર નવરાત્રિ દરમિયાન ફુલોનું વેચાણ કરતાં વેપારીઓને રડવાનો વારો આવ્યો છે.

કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર થતાં વેપાર- ધંધા પર ભારે અસર જોવા મળી રહી છે. ખાસ કરીને નાના વેપારીઓની હાલત દયનીય બની છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક ભરાતા ફુલ બજારમાં હાલ મંદીનો માહોલ જોવા મળી રહયો છે. લોક ડાઉનના કારણે મંદિરો અને ધાર્મિક કાર્યક્રમો બંધ હોવાથી ફુલોનું વેચાણ સદંતર બંધ થઇ ચુકયું છે. એક સમયે શ્રધ્ધાળુઓ 50 રૂપિયે કિલોના ભાવથી પણ ફુલો ખરીદવા તૈયાર હતાં પણ આજે ભાવ ઘટીને પાંચ રૂપિયા થઇ ગયો છે પણ ફુલોના કોઇ ખરીદનાર નથી.અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચના શુકલતીર્થ, અંગારેશ્વર સહિતના પુર્વ વિસ્તારના ગામોમાં ગુલાબ, ગલગોટા સહિતના ફુલોની મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે.

રોજ સવારે આ ફુલોને ભરૂચ ખાતે વેચાણ માટે લાવવામાં આવે છે આ ઉપરાંત ફુલોની સુરત સહિતના શહેરોમાં નિકાસ કરવામાં આવે છે પણ વાહનો બંધ હોવાથી ફુલોની નિકાસ પણ અટકી પડી છે. ફુલોના વેપારીઓએ જણાવ્યું હતું કે, ચૈત્ર નવરાત્રિ ચાલી રહી હોવા છતાં ફુલોનું વેચાણ નથી. કોરોના વાયરસની મહામારી ઝડપથી દુર નહિ થાય તો અમારે ભુખે મરવાનો વારો આવશે તે વાત ચોકકસ છે.

Next Story
Share it