Connect Gujarat
Featured

ભરૂચ : શ્રમજીવી પરિવારોના પેટનો પુરાય છે ખાડો, લોકડાઉનમાં ખીલી સેવા ભાવના

ભરૂચ : શ્રમજીવી પરિવારોના પેટનો પુરાય છે ખાડો, લોકડાઉનમાં ખીલી સેવા ભાવના
X

ભરૂચમાં લોકડાઉનના સમયમાં શ્રમજીવી પરિવારોને ભોજનના ફાફા પડી રહયાં છે ત્યારે વોર્ડ નંબર -7માં સેવાભાવી યુવાનો તરફથી ભોજનનું વિતરણ કરાય રહયું છે.

લોકડાઉનના કારણે ધંધા અને રોજગાર બંધ થવાના કારણે રોજનું કમાયને રોજ ખાતા લોકોની હાલત દયનીય બની છે. વિવિધ સેવાભાવી સંસ્થાઓ તરફથી ગરીબો તેમજ જરૂરીયાતમંદોને ભોજન તેમજ અનાજની કીટ આપવામાં આવી રહી છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર -7ના જાગૃત નાગરિક દિનેશ અડવાણી તથા અન્ય યુવાનો દરરોજ ભાત સહિતની અન્ય પૌષ્ટીક વાનગીઓ બનાવી સ્લમ વિસ્તારોમાં રહેતા લોકોને વિતરણ કરી રહી છે. ઇન્દિરાનગર, સુથિયાપુરા સહિતના વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોને બે ટાઇમ ભોજન મળી રહેતાં તેઓ લોકડાઉનની વિકટ પરિસ્થિતિમાં જીવન સરળતાથી પસાર કરી રહયાં છે.

Next Story