Connect Gujarat
Featured

ભરૂચ : લોકડાઉનમાં પણ ખુલ્લી રહેલી સ્પોટર્સની દુકાન પર તંત્રનો દરોડો

ભરૂચ : લોકડાઉનમાં પણ ખુલ્લી રહેલી સ્પોટર્સની દુકાન પર તંત્રનો દરોડો
X

ભરૂચ પોલીસ લોક ડાઉનનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે નગર પાલિકા અને જીઇબીના કર્મચારીઓના કેસમાં ભીનુ સંકેલ્યું હોવાની ચર્ચાએ જોર પકડયું છે. પટેલ સ્પોટર્સની દુકાનમાં ખરીદી માટે અધિકારીઓ પણ આવ્યાં હતાં પણ પોલીસે માત્ર દુકાનના સંચાલક સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

લોકડાઉન દરમિયાન માત્ર જીવન જરૂરીયાતની વસ્તુઓની દુકાનોને પરવાનગી સાથે ખુલ્લી રાખવાની મંજુરી આપવામાં આવી છે. ભરૂચના પટેલ સુપર માર્કેટમાં આવેલી પટેલ સ્પોટર્સની દુકાન ખુલ્લી હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસ તથા પાલિકાની ટીમે દરોડો પાડતાં દુકાનમાં નગરપાલિકા અને જીઇબીના અધિકારીઓ પણ ખરીદી કરવા આવ્યાં હોવાનું જણાયું હતું. એ ડીવીઝન પોલીસે સ્થળ પરથી 15 જેટલા લોકોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશને લઇ ગયાં હતાં. અધિકારીઓને છોડાવવા માટે પોલીસ પર દબાણ આવવાની શરૂઆત થઇ હતી. આખરે પોલીસે અધિકારીઓના માત્ર વાહનો ડીટેઇન કર્યા છે જયારે પટેલ સ્પોટર્સના સંચાલક સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો છે. આમ ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસના બેવડા વલણ સામે શહેરમાં ચર્ચાનો દોર શરૂ થઇ ચુકયો છે.

Next Story