Connect Gujarat
ગુજરાત

ભરૂચ : મહીનામાં બીજી વાર શેર માર્કેટમાં વાગી 10 ટકાની લૉઅર સર્કિટ, 45 મિનિટ સુધી કારોબાર થંભ્યો

ભરૂચ : મહીનામાં બીજી વાર શેર માર્કેટમાં વાગી 10 ટકાની લૉઅર સર્કિટ, 45 મિનિટ સુધી કારોબાર થંભ્યો
X

કોરોના વાયરસની અસરના

પગલે શેર બજારમાં 1 મહીનામાં બીજી વાર 10 ટકાની લૉઅર સર્કિટ નોંધાઈ હતી, ત્યારે ભરૂચ શહેરમાં પણ 45 મિનિટ

સુધી શેર માર્કેટ બંધ રહેતા બજારનો કારોબાર થંભી ગયો હતો.

છેલ્લા 2 અઠવાડિયમાં કોરોના

વાયરસની અસરના પગલે ઈકોનોમી લેવલ ડાઉન થયું છે, ત્યારે આજે સવારે માર્કેટ ખૂલ્યા પછી લગભગ 12 ટકા

જેટલો ઘટાડો નોંધાયો હતો. જેમાં સેન્સેક્સ 26924ની

લૉઅર સર્કિટે પહોચ્યું હતું, ત્યારે નિફ્ટી બેન્ક 9.7 ટકાના

ઘટાડાની સાથે 7903ના સ્તર પર આવ્યું હતું. જ્યારે નિફ્ટી 12.74 ટકા

નીચે આવી ગયું હતું. નિફ્ટી મિડકેપ અને સ્મૉલકેપ પણ 9.3 અને 10.20 ટકા

સુધી ગગડ્યા હતા. નિફ્ટી મેટલ અને પીએસયુ બેન્ક ઈન્ડેક્સ પણ 9 ટકા

નીચે આવ્યા હતા. જ્યારે નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ 11 ટકા

તૂટી ગયા છે. ઈન્ડિયા વોલેટિલિટી ઈન્ડેક્સ 5.6 ટકા

વધારાની સાથે 70.86 પર જોવા મળ્યા હતા. માર્કેટ બ્રોકરોના જણાવ્યા અનુસાર, જ્યાં

સુધી કોરોના વાયરસની અસર અટકશે નહીં ત્યાં સુધી શેર માર્કેટમાં ભારે ઉતાર ચઢાવ

જોવા મળશે.

Next Story