Connect Gujarat
ગુજરાત

ભરૂચ : શિયાળામાં નર્મદા નદી વહે છે અંકલેશ્વરના કાંઠા તરફ, જુઓ માછીમારોએ શું કરી માંગણી

ભરૂચ :  શિયાળામાં નર્મદા નદી વહે છે અંકલેશ્વરના કાંઠા તરફ, જુઓ માછીમારોએ શું કરી માંગણી
X

નર્મદા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાતાં નર્મદા નદી ફરી એક વખત સુકાઇ રહી છે અને તેનું વહેણ અંકલેશ્વર તરફ ફંટાયું છે. નદીને ફરી જીવંત કરવાની માંગ સાથે ભરૂચમાં માછીમાર સમાજે કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.

ગુજરાતની જીવાદોરી સમાન ભરૂચ શહેરમાંથી ખળખળ વહી રહેલી નર્મદા નદીને પુનઃ વહેતી કરી ચેતનવંતી બનાવવા માટે માછી સમાજ દ્વારા આંદોલનનો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત માછી સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ હતી. આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર શિયાળામાં નર્મદા નદી અંકલેશ્વર છેડે વહેતી થતા ઉનાળામાં નદી ભરૂચના કાંઠાથી એકદમ દુર જતી રહેવાનો ભય રહેલો છે.

જીયો ઓર જીને દો, હમ હમારા હક માંગતે હૈ, નહીં કીસી સે ભીખ માંગતે હૈ જેવા વિવિધ સુત્રોચ્ચારોથી સેવાસદન સંકુલ ગુંજી ઉઠ્યું હતું.

Next Story