Connect Gujarat
Featured

ભરૂચ : મહાત્મા ગાંધી રોડની મોબાઈલ શોપમાં પોલીસના દરોડા, ડુપ્લિકેટ એસેસરીઝ સહિત 4 ફોન મળી રૂ. 13.52 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ : મહાત્મા ગાંધી રોડની મોબાઈલ શોપમાં પોલીસના દરોડા, ડુપ્લિકેટ એસેસરીઝ સહિત 4 ફોન મળી રૂ. 13.52 લાખનો મુદ્દામાલ જપ્ત
X

ભરૂચ શહેરના મહાત્મા ગાંધી રોડ પર આવેલ મોબાઈલ દુકાનોમાંથી ડુપ્લિકેટ એપ્પલ કંપનીની એસેસરીઝ સહિત 4 ફોન મળી કુલ રૂપિયા 13.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ આઈ કિંગ સેલર્સ, ન્યુ લુક મોબાઈલ, પટેલ મોબાઈલ એસેસરીઝ અને દુબઈ મોબાઈલની મોબાઈલ શોપમાં ગેરકાયદેસર રીતે ડુપ્લિકેટ એપ્પલ કંપનીની એસેસરીઝનું વેચાણ થઈ રહ્યું હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે એ’ ડિવિઝન શહેર પોલીસે ચારેય મોબાઈલ શોપમાં દરોડા પાડ્યા હતા.

જેમાંથી પોલીસે ઇયર ફોન, ચાર્જિંગ કેબલ, મોબાઈલ કવર, ચાર્જર અને ટફન ગ્લાસ, એડેપ્ટર તેમજ 4 જેટલા એપ્પલ કંપનીના ફોન મળી કુલ રૂપિયા 13.52 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતા શબ્બીર યુસુફ બાદશાહ, નઇમ ઇલિયાસ પટેલ, મનભડ સોફિયાન સુસૂકભાઈ અને ફૈઝલ મહમંદ હાલારી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story