Connect Gujarat
ગુજરાત

ભરૂચ ખાતે મહિલાઓના ઉત્થાન માટે યોજાયું અભયમ મહિલા સંમેલન !

ભરૂચ ખાતે મહિલાઓના ઉત્થાન માટે યોજાયું અભયમ મહિલા સંમેલન !
X

મહિલાઓના ઉત્થાન માટે રાજ્ય સરકાર કટિબધ્ધ - મંત્રી ઇશ્વરસિંહ પટેલ

રાજયની મહિલાલક્ષી યોજનાઓ તથા નારીઓને અભય બનાવતી મહિલા અભયમ હેલ્પ લાઈનનો વધુમાં વધુ મહિલાઓ લાભ લઈને માર્ગદર્શન અને મદદ મેળવી શકે તેવા આશયથી મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન અન્વયે મહિલા સુરક્ષાના સંકલ્પ સાથે જિલ્લાકક્ષાનો અભયમ મહિલા સંમેલન ભરૂચ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ- સહકાર વિભાગના રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને ભરૂચના પંડીત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે યોજાયું હતું. આ વેળાએ ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ, જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રે ઉપસ્થિત રહ્યા હતા.

આ સંમેલનમાં પોષણ અભિયાનનું ઇ-અનાવરણ પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત મહિલા સુરક્ષાક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું મંત્રી તથા મહાનુભાવોના હસ્તે ટ્રોફી, પ્રમાણપત્ર તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

સંમેલનના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, મહિલાઓના ઉત્થાન માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. પોલીસ વિભાગ અને મહિલા વિકાસ દ્વારા મહિલાઓને ઘરેલુ હિંસા, હેરાનગતિ થતી હોય તો ૧૮૧ હેલ્પલાઈન નંબર ડાયલ કરતા તત્કાલ સલાહ-સૂચન અને હિંસાના સંજોગોમાં રેસ્કયુવાન દ્વારા મદદ પુરી પાડવામાં આવે છે. આજ સુધીમાં ચાર લાખથી વધુ બહેનોએ ૧૮૧ હેલ્પલાઈનનો ઉપયોગ કર્યો હોવાની માહિતી આપતા મંત્રીએ કહ્યું કે, ૮૨ હજાર બહેનોને માર્ગદર્શન, ૫૦ હજાર બહેનોને સ્થળ પર પહોચીને મદદ તેમજ ૨૪ હજાર બહેનોને ગંભીર અત્યાચારની ઘટનાઓમાં બચાવની કામગીરી કરી છે. સદીઓથી ભારતની નારીઓએ અનેક રૂપોમાં અવતાર લઈને દેશની નારીઓએ દેશને નવો રાહ ચીંધ્યો હોવાનું ઉમેર્યું હતું.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="63231,63232,63233,63234,63235,63236,63237,63238"]

મંત્રીએ જણાવ્યું કે, મહિલાઓના ઉત્થાન માટે ૪૫૦૦ કરોડ જેટલું જંગી બજેટ ફાળવાયું છે જેમાં ૭૨૦ જેટલી મહિલાલક્ષી યોજનાઓ અમલમાં છે જે પૈકી ૧૭૮ યોજનાઓ સંપૂર્ણ મહિલાલક્ષી છે. તેમણે મહિલાલક્ષી વિવિધ યોજનાઓની વિગતો આપતાં મહિલાઓને પોતાની યોગ્ય શક્તિનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. કુપોષણની નાબૂદ કરવા માટે દુધ સંજીવની યોજના, ઉજ્જવલા યોજના, આયુષ્યમાન ભારત જેવી અનેક યોજનાઓની વિગતો આપી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું કે, સમગ્ર રાષ્ટ્રને સશકત બનાવી શકે તેવી શકિત ગુજરાતની નારીઓમાં રહેલી છે. કેન્દ્ર અને રાજય સરકારે અનેકવિધ યોજનાઓ મહિલાઓના વિકાસ માટે અમલમાં મૂકી છે. તેનો મહત્તમ ઉપયોગ કરવાની સાથે અન્ય બહેનોને પણ મદદરૂપ થવા અનુરોધ ર્ક્યો હતો. તેમણે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ઉપયોગીતાની વિગતે માહિતી આપી હતી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેએ સ્વાગત પ્રવચન કર્યું હતું. અભયમ મહિલા સંમેલનમાં મહિલા સુરક્ષા આધારિત ફિલ્મ/સેલ્ફ ડીફેન્સ કાર્યક્રમનું પોલીસ વિભાગ ધ્વારા નિદર્શન રજૂ થયું હતું. ૧૮૧ ટીમ ધ્વારા મહિલા સુરક્ષા ટીમનો, ૧૮૧ મોબાઇલ એપનો, પરિચય-નિદર્શન, ૧૮૧ નો લાભ મેળવેલ મહિલાઓનો પ્રતિભાવ તથા ૧૮૧ ની સફળ વાર્તા ઓડીયો-વિડીયોના માધ્યમથી રજૂ થઇ હતી.

આ વેળાએ કુપોષણ અભિયાન અંતર્ગત શપથ ગ્રહણ બાદ દહેજ પ્રતિબંધક અધિકારી આર.એમ.જિજાળાએ આભારવિધિ કરી હતી. આ સંમેલનમાં જિલ્લા આગેવાન યોગેશભાઇ પટેલ, મહિલા મોરચાના પ્રમુખ પ્રફુલ્લાબેન, નગરપાલિકાના સદસ્યો, મહિલા આગેવાન-પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ સંમેલન બાદ ટાઉનહોલના પટાંગણમાં ૧૮૧ અભયમ હેલ્પ લાઇન, ગ્રામ વિકાસ ખાતાની મહિલાલક્ષી યોજનાઓ, આરોગ્ય વિભાગ, ઉજજવલા યોજના, પોષણ અભિયાન અંતર્ગત પ્રદર્શન સ્ટોલનું મંત્રી ઇશ્વરસિંહ પટેલ, મહાનુભાવો તથા મહિલાઓએ મુલાકાત લીધી હતી.

Next Story
Share it