Connect Gujarat
ગુજરાત

ભરૂચ : વાલિયા ખાતે "યુથ પાવર ક્રિકેટ લીગ"માં ભવ્ય જીત મેળવતી માંગરોળ-11, ટ્રોફી સહિત રોકડ પુરષ્કાર કરાયા એનાયત

ભરૂચ : વાલિયા ખાતે યુથ પાવર ક્રિકેટ લીગમાં ભવ્ય જીત મેળવતી માંગરોળ-11, ટ્રોફી સહિત રોકડ પુરષ્કાર કરાયા એનાયત
X

ભરૂચ જિલ્લામાં વાલિયા તાલુકાના સિંગલવાણ ગામ ખાતે "યુથ પાવર ક્રિકેટ

લીગ"ની ફાઇનલ ટુર્નામેન્ટમાં માંગરોળ-11નો ભવ્ય વિજય થયો હતો.

છેલ્લા 2 વર્ષથી વાલિયા યુથ પાવર દ્વારા આદિવાસી સમાજના યુવાનો માટે "યુથ પાવર ક્રિકેટ લીગ"નું આયોજન

કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ વાલિયા તાલુકાના સિંગલવાણ ગામ ખાતે "યુથ પાવર ક્રિકેટ

લીગ"નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગત રવિવારના રોજ આ ટુર્નામેન્ટ

માંગરોળ-11 અને ભડકોદ્રા-11 વચ્ચે રમાઈ હતી, જેમાં

માંગરોળ-11નો ભવ્ય વિજય થયો હતો.

આ પ્રસંગે વાલિયા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજુ વસાવાના હસ્તે વિજેતા

ટીમને ટ્રોફી સહિત રૂપિયા 35 હજારનું રોકડ પુરષ્કાર એનાયત કરવામાં આવ્યું હતું.

જ્યારે મેન ઓફ ધ મેચ તેમજ મેન ઓફ ધ સિરીઝ બનેલા ખેલાડીઓને પ્રોત્સાહિત ઈનામનું

વિતરણ કરાયું હતું. સમગ્ર "યુથ પાવર ક્રિકેટ લીગ"ની ક્રિકેટ ટુર્નામેન્ટ

દરમ્યાન યુથ પાવર વાલિયાના અધ્યક્ષ રજની વસાવા, વિનય વસાવા, વિજય વસાવા, મનીષ વસાવા, વાસુ વસાવા સહિતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા

હતા.

Next Story