Connect Gujarat
ગુજરાત

ભરૂચ : આપની લોકપ્રિય ચેનલ કનેકટ ગુજરાતનો પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ

ભરૂચ : આપની લોકપ્રિય ચેનલ કનેકટ ગુજરાતનો પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ
X

અંકલેશ્વરમાં

મુખ્યાલય ધરાવતી આપની લોકપ્રિય ચેનલ કનેકટ ગુજરાતે તારીખ 9મી માર્ચના રોજ પાંચમા વર્ષમાં મંગલ

પ્રવેશ કર્યો હતો. કનેકટ ગુજરાતના પાંચમા સ્થાપના દિવસની સાથે પ્રોલાઇફ ગૃપ ઓફ

ઇન્ડસ્ટ્રીઝના એમડી એમ.એસ. જોલીનો જન્મદિવસ પણ હોવાથી સોનામાં સુગંધ ભળી હતી.

સાંપ્રત

સમયમાં સોશિયલ મિડીયાનો વ્યાપ વધ્યો છે ત્યારે સોશિયલ મિડીયાના દરેક પ્લેટફોર્મ

ઉપર કનેકટ ગુજરાતની હાજરી આપ સૌને જોવા મળે છે. દર્શકો સુધી સચોટ રીતે સમાચારો

તેમજ અન્ય માહિતી પહોંચી શકે તે માટે 9મી માર્ચ 2016ના રોજ કનેકટ ગુજરાતનો પાયો નાંખવામાં

આવ્યો હતો. ચાર વર્ષની સફરમાં કનેકટ ગુજરાત સાથે એક કરોડથી વધારે દર્શકો અને 100થી વધારે વિજ્ઞાપનદાતાઓ જોડાયાં છે.

આગામી દિવસોમાં વધુમાં વધુ દર્શકો અને વિજ્ઞાપનદાતાઓ કનેકટ ગુજરાત પરિવારના સભ્યો

બને તે માટે કનેકટ ગુજરાતની સમગ્ર ટીમે કટીબધ્ધતા દર્શાવી છે. કનેકટ ગુજરાતના

સ્થાપના દિવસની સાથે પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડીરેકટર એમ.એસ.

જોલીનો જન્મદિવસ હોવાથી ઉજવણીમાં સોનામાં સુગંધ ભળી હોય તેવો માહોલ સર્જાયો હતો.

કનેકટ ગુજરાત કાર્યાલય ખાતે કેક કાપી ઉજવણી કરાઇ હતી. જેમાં પ્રોલાઇફ ગૃપ ઓફ

ઇન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડીરેકટર એમ.એસ. જોલી સહિત કરણ જોલી, સિધ્ધાર્થ રઘુવંશી, યોગેશ પારીક, ડૉ. ખુશ્બુ પંડયા સહિત સમગ્ર સ્ટાફ હાજર

રહયો હતો. આજના પ્રસંગે પાનોલીની પ્રોલાઇફ ઇન્ડસ્ટ્રીઝ અને ભરૂચની જયઅંબે

ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે પણ કેક કાપી જન્મદિવસની ઉજવણી કરાઇ હતી.

Next Story