Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ગરીબ અને નિરાશ્રિતોને પોલીસ અને સેવાભાવી સંસ્થાઓએ આપ્યું ભોજન

ભરૂચ : ગરીબ અને નિરાશ્રિતોને પોલીસ અને સેવાભાવી સંસ્થાઓએ આપ્યું ભોજન
X

દેશમાં લાગુ

કરવામાં આવેલાં લોક ડાઉનના કારણે સૌથી પ્રભાવિત ગરીબ લોકો થયાં છે. કોરોના વાયરસને

રોકવા લોક ડાઉન કરવું ફરજિયાત છે ત્યારે પોલીસ તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ ગરીબોની

વ્હારે આવી છે. જુઓ અમારો વિશેષ અહેવાલ ખાખી વર્દીમાં ફરિશ્તાઓ…..

ગત ઓગષ્ટ

મહિનામાં રાજયમાં થયેલા અનરાધાર વરસાદ અને નર્મદા નદીમાં આવેલાં પુર દરમિયાન પોલીસ

વિભાગની કામગીરીથી તમે સૌ વાકેફ હશો. પુરના પાણીમાં ફસાયેલા લોકોને જીવના જોખમે

પોલીસ કર્મચારીઓએ બહાર કાઢયાં હતાં. ખાખી વર્દીમાં રહેલા એક પોલીસ કર્મીની અંદર પણ

માનવતા જીવંત અને ધબકતી છે તેનું ઉદાહરણ હાલ લોક ડાઉન દરમિયાન જોવા મળી રહયું છે.

કલમ- 144 લાગુ હોવાથી

ઘરની બહાર નીકળનારા લોકોને પોલીસ ભલે મેથીપાક ચખાડતી હોય પણ ગરીબ અને નિરાશ્રિતોને

જોઇ તેમનું પણ હૈયુ પીગળી રહયું છે. નાના વેપાર અને ધંધા બંધ હોવાથી રોજનું કમાઇને

રોજ ખાતા લોકોની હાલત દયનીય બની છે. કોઇ પણ ગરીબ માણસ ભુખ્યો ન સુઇ જાય તેની

જવાબદારી પોલીસ અને સેવાભાવી સંસ્થાઓએ પોતાના શિરે લઇ લીધી છે. ભરૂચ અને અંકલેશ્વર

તથા જંબુસર સહિતના શહેરોમાં પોલીસ ગરીબોને મદદ કરતી જોવા મળી રહી છે. ખાખી

વર્દીમાં રહેલા પોલીસકર્મીમાં તેઓ ફરિશ્તાને નિહાળી રહયાં છે. બીજી તરફ

વાહનવ્યવહારના સાધનો બંધ હોવાથી ગરીબ શ્રમજીવીઓ અને કામદારોએ તેમના કુટુંબ કબીલા

સાથે વતનની પગપાળા વાટ પકડી છે. આવા શ્રમજીવીઓને પણ રસ્તામાં સેવાભાવીઓ મદદ કરી

રહયાં છે. નર્મદા જિલ્લામાંથી મધ્યપ્રદેશ તરફ પગપાળ જઇ રહેલાં શ્રમજીવીઓને

ગોપાલપુરા ગામના યુવાનોએ ભોજન અને નાસ્તો પુરો પાડયો હતો. ગઇકાલે વડાપ્રધાન

નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહયું હતું તેમ આફતની આ ઘડીમાં દેશવાસીઓ ખભે ખભે

મિલાવી કામ કરી રહયાં છે.

Next Story