Connect Gujarat
ગુજરાત

ભરૂચ: મહેદવીયા તાઇ સમાજ દ્વારા હઝરત સૈયદ મોહમ્મદ જોનપુરી મેહંદીના ૫૯૪માં જન્મની કરી ઉજવણી

ભરૂચ: મહેદવીયા તાઇ સમાજ દ્વારા હઝરત સૈયદ મોહમ્મદ જોનપુરી મેહંદીના ૫૯૪માં જન્મની કરી ઉજવણી
X

ભરૂચની મહેદવીયા તાઇ સમાજ દ્વારા હઝરત સૈયદ મોહમ્મદ જોનપુરી મેકદીએ માઉદ અ.સ.ના ૫૯૪માં જન્મ ઉજવણી નીમીત્તે તા. ૧૮-૦૧-ર૦ર૦ ના રોજ મહેદવીયા સમાજના ધાર્મિક પેશ્વા અલ્લામા હઝરત સૈયદ સીરાજી આબીદ ખુંદમીરીની અધ્યક્ષતા હેઠળ ભરૂચના મોટા ડભોઇયાવાડ, મોટી મસ્જીદ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આજથી ૫૯૪ વર્ષ પૂર્વે

આપણા દેશના ઉત્તરપ્રદેશ રાજયના જોનપુર શહેરમાં સૈયદ ધરાનામાં જન્મ લેનારી આ મુબારક

હસ્તી હઝરત સૈયદ મોહમ્મદ જોનપુરી-ઇમામુના મેંહદીએ માઉદ અ.સ.ના નામથી દુનિયાભરમાં જાણીતી

થઇ. હઝરત મેંહદીએ માઉદ અ.સ. જે અલ્લાહના ખલીફા છે, જેને તેઓ ઇમામ મેંહદી માને છે કે જેમણે અમારા

પયગમ્બર સાહેબના જીવન મૂલ્યો, આદર્શો - અલ્લાહના સંદેશાનું અક્ષરસ પાલન કરી તેમનુ આબેહુબ અનુસરણ પોતાની જિંદગીમાં

કરી એક અકલ્પનીય અને અભૂતપૂર્વ ઉદાહરણ પૂરું પાડેલ છે.

ઇમામ મેંહદીના

સમગ્ર જીવન પર અભ્યાસ કરશો તો માલૂમ પડશે કે તેમનું એક પણ પગલુ શરીઅતે મોહમ્મદી,

પયગંબર સાહેબના જીવન મૂલ્યો -

આદર્શોથી વિપરીત ન હતું. ઇમામ મેંહદીને પયગંબર સાહેબની રૂહ જોડ અજોડ મિલાપ હતું.

તેમના જીવન દરમિયાન દીનની તબ્લીંગ માટે ૪૦૦૦ કિ.મી.નો સફર ખેડી અફઘાનિસ્તાનના ફરાહ

મુબારક ખાતે તેમનો વિશાલ થયું હતું.ઇમામ મેંહદી આ ધરતી પર ખલીફતુલ્લાહ એટલે કે

અલ્લાહ તરફથી નિયુકત ખલીફા તરીકે પધાર્યા અને તેઓ કોઇ નવો દીન-ધર્મના સ્થાપક ન

હતા.

મહેદવીયા તાઇ સમાજ દ્વારા આયોજિત આ ભવ્ય

સમારંભમાં પધારેલાં મહેદવીયા સમાજના પ્રખર મુફતી હઝરત સૈયદ આબીદ ખુંદમીરીએ પોતાની

દિવ્યવાણીથી હાજર વિશાળ જનમેદનીને મંત્ર-મુગ્ઘ કર્યા હતા. મીરાજી સાહેબે પોતાના

પ્રવચનમાં મેડીટેશન-ઝીકે ઇલાહી પર વિશેષ ભાર આપતા જણાવ્યું હતું કે આજના સળગતા

તમામ પ્રશ્નોનું સંપૂર્ણ નિરાકરણ અલ્લાફ તઆલાની યાદમાં સમાયેલું છે.

આ પ્રસંગે

ભારતભરમાંથી પધારેલ આગંતુક જનમેદનીએ પોતાના ધર્મગુરૂને એક ચિત્તે સાંભળી પોતાના

પયગંબર સાહેબ અને ઇમામ મેહદીમાં આસ્થાનો પુરાવો આપી પોતાના ઈમાનને મજબૂતી આપી હતી.

આ પ્રસંગે મહેદવીયા

સમાજના પ્રતિનિધિઓ હાજી ઇસ્માઇલભાઇ દાદા, સલીમ પંખાવાલા, હાજી ઇલ્યાસ

કતલરી વાલા,શબ્બીર

લાફાવાલા, ઇસ્માઇલ

કાપડીયા, ઇલ્યાસ ક્રુટવાલા,હાજી હસન માધું, દિલાવર આમોદવાલા તથા હાજી મેહબુબ ડભોઇવાલા વિગેરેએ

તનતોડ મહેનત કરી કાર્યક્રમને સંપન્ન કર્યો હતો.

Next Story