Connect Gujarat
Featured

ભરૂચ : બળાત્કારની ઘટનાના આરોપીઓને કડક સજાની માંગ સાથે અલ્પસંખ્યકો દ્વારા આવેદન અપાયું

ભરૂચ : બળાત્કારની ઘટનાના આરોપીઓને કડક સજાની માંગ સાથે અલ્પસંખ્યકો દ્વારા આવેદન અપાયું
X

ભરૂચ જિલ્લા કલેક્ટરને કોડીનારમાં થયેલ ગેંગરેપના આરોપીઓને સખત સજાની માંગ સાથે શાહ દિવાન સમાજ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં ઘટના સંદર્ભે તટસ્થ એજન્સીને તપાસ સોંપવાપણ માંગ કરાઇ છે.

ગુજરાત મોડેલમાં બળાત્કારની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. બાળકોની સુરક્ષા સામે રાજ્ય સરકાર સામે પણ પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે. તેવામાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે એક માસૂમ બાળકી ઉપર નરાધમો દ્વારા અમાનવીય કૃત્ય કરી દુષ્કર્મ આચર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ઘટનાના સંદર્ભે ભરૂચ શાહ-દિવાન સમાજ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે લઘુમતી સમાજના ફકીર જ્ઞાતિની માસૂમ બાળકી પર પીઠબળ ધરાવતા માથાભારે તત્વો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું ત્યારબાદ એટલેથી ના અટકી માથાભારે તત્વો દ્વારા પરિવારજનોને ધાક-ધમકી આપી તેમજ નાણાંકીય લાલચ આપી સમગ્ર ઘટનાને દબાવવા માટેના પ્રયાસો કરી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. જેને લઈ ભરૂચ જિલ્લા શાહ દિવાન સમાજ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી સમગ્ર મુદ્દે તપાસ તટસ્થ એજન્સીને સોંપવા તેમજ પરિવારજનોને રક્ષણ પૂરું પાડવા માટેની માગણી કરી હતી. ગુજરાત મોડેલમાં બનતી બળાત્કારની ઘટનાને વખોડી નરાધમો સામે કડક પગલાં ભરી બળાત્કારની ઘટનાઓમાં ઘટાડો થાય તેવા પ્રયાસો કરવા સરકારને અપીલ કરી હતી.

Next Story