Connect Gujarat
Featured

ભરૂચ : કોવીડ સ્મશાનમાં હવે વધુ મૃતદેહોના થઇ શકશે અંતિમ સંસ્કાર, જુઓ કેમ

ભરૂચ : કોવીડ સ્મશાનમાં હવે વધુ મૃતદેહોના થઇ શકશે અંતિમ સંસ્કાર, જુઓ કેમ
X

ભરૂચના ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડે બનાવવામાં આવેલાં રાજયના પ્રથમ કોવીડ સ્મશાન ગૃહની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. લુપીન કંપની તથા રોટરી કલબ ઓફ નર્મદાનગરીના સહયોગથી સ્મશાનના શેડનું વિસ્તરણ કરાયું છે.

સમગ્ર રાજ્યમાં પહેલીવાર કોરોનાના દર્દીઓ માટે ભરૂચ જિલ્લામાં પ્રથમ કોવિડ સ્મશાન ઊભું કરાયું હતું. જે કોરોના સ્મશાન ગૃહ માટે બનાવાયેલ શેડ મૃતકોની વધતી સંખ્યા અને હાલની ચોમાસાની મોસમમાં ટુંકો પડતા અગવડો ઉભી થઇ રહી હતી. કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓના મૃતદેહની અંતિમવિધિ સરળ બને તથા વધુ મૃતદેહો આવી જાય તો પણ મોતનો મલાજો જળવાય રહે તે હેતુથી રોટરી કલબ ઓફ નર્મદા નગરી અને અંકલેશ્વરની લુપીન કંપનીના સહયોગથી શેડનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. ટુંકા સમયમાં જ શેડના વિસ્તરણની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે.

Next Story