ભરૂચ: વેલફેર હાઇસ્કુલમાં પર્સનાલિટી કોર્ષમાં ૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ લીધો ભાગ

0

ભરૂચની પટેલ વેલ્ફેર એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત પટેલ વેલ્ફર હાઈસ્કૂલમાં આવો જ પર્સનાલિટી (પ્રતિભા નિખાર) ડેવલ્પમેન્ટ અને ઇંગ્લિશ સ્પીકનો ૪૦ દિવસનો વિશેષ કોર્ષ રાખવામાં આવ્યો હતો.જેમાં વેલ્ફર હાઈસ્કુલ સહિત બહારથી આવેલા લગભગ ૬૫૦ થી ૬૭૦ જેટલાં વિદ્યાર્થીઓ દ્વારા આ કોર્ષમાં પર્સનાલિટી ડેવલ્પર મુન્નવર જમાનાં માર્ગદર્શન હેઠળ પ્રેકટીસ કરી હતી.

વ્યક્તિમાં રહેલી પ્રતિભાને નિખારવા માટે તેનામાં આત્મવિશ્વાસ હોવો જરૂરી છે અને તેને સહેજ આત્મવિશ્વાસમાં વધારો કરો તો વ્યક્તિમાં રહેલી પ્રતિભા બહાર આવે છે. ત્યાં આજનાં સમયમાં લોકો અંગ્રેજી ભાષા જાણતા હોય છે. પરંતુ કેટલીક વખત બોલી શકતા નથી ત્યારે તેના માટે તેની પ્રતિભાને જો ઉજાગર કરવામાં આવે તો અંગ્રેજી ભાષા પર કમાન્ડ મેળવીને કડકડાટ બોલી શકાય છે.

જે લોકો અંગ્રેજી ભાષા જાણતા હોવા છતાં બોલી શકતા ન હતા તેવા લોકો આજે વેલફર હોસ્પિટલ ખાતેનાં વિશેષ કાર્યક્રમમાં કડકડાટ અંગ્રેજી ભાષામાં વાત કરતાં હતા. અંગ્રેજી ભાષામાં તેઓ સંવાદ કરીને સ્પીચ આપતા હતા. આજનાં આ કાર્યક્રમમાં વેલ્ફર હોસ્પિટલના સલીમભાઈ ફાંસીવાલા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, કોંગ્રેસનાં અગ્રણી પરિમલસિંહ રણા સહિતનાં લોકો હાજર રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here