Connect Gujarat
Featured

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચુંટણી પહેલાં બીટીપીની રીક્ષામાં પંચર, 500 કાર્યકરો ભાજપમાં સામેલ

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચુંટણી પહેલાં બીટીપીની રીક્ષામાં પંચર, 500 કાર્યકરો ભાજપમાં સામેલ
X

રાજયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી પહેલાં ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી) અને અસાઉદ્દીન ઓવેસીની પાર્ટી એઆઇએમઆઇએમ વચ્ચે ગઠબંધનની જાહેરાત બીટીપીને ભારે પડી રહી હોય તેમ લાગી રહયું છે. મંગળવારના રોજ ઝઘડીયા તેમજ આસપાસના વિસ્તારના 500 જેટલા બીટીપીના કાર્યકરો ભાજપમાં સામેલ થઇ જતાં બીટીપીને ફટકો પડયો છે.

ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવા અને દેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ એઆઇએમઆઇએમ સાથે ગઠબંધન કરતાં તેની બુમરેંગ અસરો જોવા મળી રહી છે. બીટીપીની વોટબેંક ગણાતા આદિવાસી સમાજમાં જ આ ગઠબંધન પ્રતિ છુપો રોષ જોવા મળી રહયો છે. એક પછી એક બીટીપીના કાર્યકરો ભાજપનો ભગવો ધારણ કરી રહયાં છે. ગત ચુંટણીઓમાં હારનો સામનો કર્યા બાદ ભાજપ હવે વધુ મજબુત બની ઉભરી રહયું છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગઢ ગણાતા ઝગડિયામાં જ BTPના આગેવાનો સહિતના 500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયાં છે.

સાગમટે કાર્યકરોએ બીટીપી સાથે છેડો ફાડી નાંખતાં બીટીપીની રીક્ષામાં પંચર પડયું હોય તેમ લાગી રહયું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીમાં ગુજરાતમાં BTP અને MIMIM બંને ગઠબંધન સાથે ઉતારવાની છે ત્યારે BTP અધ્યક્ષ અને ધારાસભ્ય છોટું વસવાના મત વિસ્તાર ઝગડિયામાં જ BTPના તાલુકા પ્રમુખ, ઉપરમુખ સહિત 500થી વધુ કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કરી લીધો છે. ભાજપની નજર બીટીપીની આદિવાસી વોટબેંક પર રહેલી છે ત્યારે તેમાં સેંઘ મારવામાં ભાજપના આગેવાનો સફળ થઇ રહયાં હોય તેમ લાગી રહયું છે.

Next Story