Connect Gujarat
Featured

ભરૂચ : નેત્રંગના મોવી ગામે કોન્ટ્રાક્ટ મળ્યો છે તેમ કહી વેપારી સાથે 3 લાખથી વધુની કરી છેતરપિંડી

ભરૂચ : નેત્રંગના મોવી ગામે કોન્ટ્રાક્ટ મળ્યો છે તેમ કહી વેપારી સાથે 3 લાખથી વધુની કરી છેતરપિંડી
X

ભરૂચ જિલ્લાના નેત્રંગના મોવી ગામે કોન્ટ્રાક્ટ મળ્યો છે તેમ કહી વેપારી સાથી 3 લાખથી વધુની છેતરપિંડીનો કિસ્સો બહાર આવતા ચકચાર મચી જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર આવેલ ક્રિષ્ના ઇલેટ્રિક એન્ડ હાર્ડવેરના વેપારી સાથે ૩.૪૧ લાખ રૂપિયાની છેતરપીંડી થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે,જેમાં ગઠિયાએ દુકાનદારને જણાવ્યું હતું કે, નેત્રંગ તાલુકાના મોવી ગામ પાસે મને કોન્ટ્રાન્કટનું મોટું કામ મળ્યુ છે, જેમાં સ્ટીલ-સિમેન્ટ અને પાઇપલાઇનના માલસામાનની મને જરૂર છે,તેમ કહીને કન્સ્ટ્રકશ્નના જરૂરી ૩ લાખ ૪૧ હજારની કિંમતનો ૭૮૪૭.૮૦૦ કિલોગ્રામ લોખંડની ખરીદી કરી લઇને એક ખાનગી બેન્કનો ચેક આપી ગઠિયો ફરાર થઇ ગયો હતો.

આ બાબતે વેપારી જ્યારે બેન્કમાં ચેક નાંખ્યા અને ચેક બાઉન્સ થયા ત્યારે વેપારી છેતરાયાનું માલુમ પડ્યું હતું. ગઠિયાનો સંપર્ક કરીને બીલના પેમેન્ટની માંગણી કરી તો તેણે માલસામાન અન્ય એક પાર્ટીને વેચી માર્યો હોવાનું માલુમ પડ્યું હતું. પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી. ક્રિષ્ના ઇલેટ્રિક એન્ડ હાર્ડવેરના ખાતામાં ચેક નાખતા ચેક બાઉન્સ થવાથી છેતરાયાની જાણ થતા નેત્રંગ પોલીસ સ્ટેશને ફરીયાદ અરજી આપતા સમગ્ર વિસ્તારની પ્રજામાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

Next Story