Connect Gujarat
ગુજરાત

ભરૂચ : નગરપાલિકાના વાહનો લોકો માટે યમદૂત સમાન, વધુ બેને લીધા અડફેટે

ભરૂચ : નગરપાલિકાના વાહનો લોકો માટે યમદૂત સમાન, વધુ બેને લીધા અડફેટે
X

ભરૂચ નગરપાલિકાના વાહનો લોકો માટે હવે યમદૂત સાબિત થઈ રહ્યા છે. ભરૂચ નગરપાલિકાના ટ્રેક્ટરએ ફરી એકવખત બાઈક સવાર બે લોકોને અડફેટે લીધા છે.બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

ભરૂચ નગરપાલિકાના ટ્રેક્ટરએ હાલમાં જ બે વિદ્યાર્થીઓને અકસ્માતના કારણે મોતને ભેટાવ્યા છે ત્યાં તો ફરી એકવખત ભરુચ નગરપાલિકાના ટ્રેક્ટરે દુધધારા ડેરી પાસે બે લોકોને અડફેટે લીધા છે. નગરપાલિકાના ટ્રેકટરે બાઈક સવાર બે લોકોને અટફેટે લીધા હતા. બંને બાઈકસવારને ઈજા પહોંચતા ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ શનિવારે જ નગરપાલિકા ટેન્કર ચાલકે સાયકલ પર જઇ રહેલા 2 વિદ્યાર્થીઓને ટક્કર મારી હતી. જેમાં એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. જ્યારે બીજા વિદ્યાર્થીનું રાત્રે સારવાર દરમિયાન મોત થયું હતું. નગરપાલિકાનું આ ટેન્કર અનફિટ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે ફરી એકવખત નગરપાલિકાના ટેન્કરે બાઈક સવાર બે લોકોને અડફેટે લીધા છે ત્યારે શું આ ટ્રેક્ટર પણ અનફીટ છે...?

Next Story
Share it