Connect Gujarat
Featured

ભરૂચ : મુસ્લિમ ડોક્ટર્સ એસોસીએશનની કરાઇ રચના, કોરોના વૈશ્વિક મહામારી અંગે યોજાઇ બેઠક

ભરૂચ : મુસ્લિમ ડોક્ટર્સ એસોસીએશનની કરાઇ રચના, કોરોના વૈશ્વિક મહામારી અંગે યોજાઇ બેઠક
X

ભરૂચ પટેલ વેલ્ફેર સોસાયટી તથા વર્લ્ડ ભરૂચી વ્હોરા પટેલના સંયુક્ત ઉપક્રમે સોમવારના રોજ પટેલ વેલ્ફેર હોસ્પિટલ સ્થિત ઓડિટોરિયમ ખાતે ભરૂચ મુસ્લિમ ડોક્ટર્સ એસોસીએશનની રચના કરવામાં આવી હતી. જેમાં કોરોના વાયરસના સંક્રમણ સામે કેવી રીતે લડવું તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ભરૂચ શહેરની પટેલ વેલ્ફેર હોસ્પિટલને સરકાર દ્વારા કોવિડ-19 સ્પેશિયલ હોસ્પિટલની પરવાનગી આપવામાં આવી છે, ત્યારે ટૂંક જ સમયમાં કોરોના વાયરસની સારવાર ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવશે, ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા અને કોરોના સામેની લડાઈમાં કેવી રીતે જીત મેળવી શકાય તે અંગે વેલ્ફેર હોસ્પિટલ ખાતે બેઠક યોજાઇ હતી.

ભરૂચ પટેલ વેલ્ફેર સોસાયટી તથા વર્લ્ડ ભરૂચી વ્હોરા પટેલના સંયુક્ત ઉપક્રમે વેલ્ફેર હોસ્પિટલ ખાતે યોજાયેલ બેઠક દરમ્યાન ભરૂચ મુસ્લિમ ડોક્ટર્સ એસોસીએશનની રચના કરવામાં આવી હતી, ત્યારે બેઠકમાં હાજર તબીબોએ કોરોના વાયરસની વૈશ્વિક મહામારી અંગે ચર્ચા વિચારણા કરી હતી. જોકે હાજર રહેલા તમામ સ્વયં સેવકો અને તબીબોએ કોરોના વાયરસના વધાત જતાં સંક્રમણને પહોચી વળવા પોતાનો સહયોગ આપવા સહિતની સંપૂર્ણ તૈયારી બતાવી છે.

Next Story