Connect Gujarat

ભરૂચ: કોરોના વાયરસના પગલે ભારતવાસીઓની સલામતી માટે મુસ્લિમ બિરાદરો દ્વારા દુઆ કરાઇ

ભરૂચ: કોરોના વાયરસના પગલે ભારતવાસીઓની સલામતી માટે મુસ્લિમ બિરાદરો દ્વારા દુઆ કરાઇ
X

વિશ્વભરમાં હાલ કોરોના વાયરસનો ભય લોકોને સતાવી રહ્યો છે, ત્યારે ભરૂચ શહેરમાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા ભારતવાસીઓની સલામતી માટે દુઆ કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્યમાં સુરત અને રાજકોટ શહેરમાંથી કોરોના વાયરસની અસર હોવાના કેસ સામે આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા આગમચેતીના તમામ પાગલા લેવામાં આવી રહ્યા છે, ત્યારે કોરોના વાયરસની અસર ભારતવાસીઓને ન થાય તે માટે ભરૂચ શહેરના મોના પાર્ક ખાતે રહેતા મુસ્લિમ બિરાદરો દ્વારા જુમ્માની નમાજ બાદ દુઆ કરવામાં આવી હતી. જેમાં કોરોના વાયરસથી લોકોને ડરવાની જરૂર નથી, પરંતુ દરેક વ્યક્તિએ સાવચેતી રાખવી તે માટે ખાસ અપીલ કરવામાં આવી હતી.

Next Story
Share it