Connect Gujarat
Featured

ભરૂચ: એક તરફ 65 સોસાયટીમાં પાણી કાપ તો દાંડિયા બજાર વિસ્તારમાં પાણીનો બગાડ, જુઓ રહીશોએ શું કહ્યું

ભરૂચ: એક તરફ 65 સોસાયટીમાં પાણી કાપ તો દાંડિયા બજાર  વિસ્તારમાં પાણીનો બગાડ, જુઓ રહીશોએ શું કહ્યું
X

ભરૂચમાં નગર સેવા સદન દ્વારા દોઢ દિવસનો પાણી કાપ આપવામાં આવ્યો છે. તો બીજી તરફ દાંડિયા બજાર વિસ્તારમાં પાણીની લાઈન લીક થતાં પાણીનો બગાડ થયો હતો. આ ઉપરાંત ગટર લાઇન પણ ઉભરાતા સ્થાનિકો કફોડી હાલતમાં મુકાયા હતા.

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પાણીની ટાંકીના સમારકામના પગલે શહેરમાં આવેલ 65 સોસાયટીઓમા દોઢ દિવસનો પાણી કાપ આપવામાં આવ્યો છે તો બીજી તરફ તંત્રની બેદરકારી સામે આવી છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલ દાંડિયા બજાર વિસ્તારમાં પીવાના પાણીની લાઇન લીક થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. મુખી માર્ગ પર જ પાણીની લાઇન લીક થતાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા.

તો બીજી તરફ આ વિસ્તારમાં ગટર લાઇન પણ ઉભરાતા દૂષિત પાણી માર્ગ પર ફરી વળ્યું હતું જેના પગલે રાહદારીઓ અને વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનોવારો આવ્યો હતો. સ્થાનિકોના આક્ષેપ અનુસાર ગટરની સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી ત્યારે ગટર લાઇનનું કામ કરનાર કોન્ટ્રાકટર સામે પગલાં ભરવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Next Story
Share it