Connect Gujarat
Featured

ભરૂચ : અમદાવાદ બાદ હવે ભરૂચ નગરપાલિકામાં ખાતુ ખોલાવવા AIMIM આતુર

ભરૂચ : અમદાવાદ બાદ હવે ભરૂચ નગરપાલિકામાં ખાતુ ખોલાવવા AIMIM આતુર
X

ભરૂચમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં રવિવારે મતદાન જવા થઇ રહયું છે ત્યારે અમદાવાદ બાદ ભરૂચમાં પણ ખાતુ ખોલાવવા માટે એઆઇએમઆઇએમ જોર લગાવી રહી છે.

રાજયમાં સ્વાયતની સંસ્થાઓમાં આ વખતે એઆઇએમઆઇએમ અને આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. અમદાવાદમાં એઆઇએમઆઇએમ અને સુરતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યાં છે. ખાસ કરીને સુરતમાં આમ આદમી પાર્ટીના ઝાડુએ કોંગ્રેસનો સફાયો કરી નાંખ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સાત બેઠકો મળ્યાં બાદ એઆઇએમઆઇએમના કાર્યકરોનો ઉત્સાહ વધ્યો છે.

ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 10માં એઆઇએમઆઇએમએ પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો છે. તેના પ્રચાર માટે પુર્વ ધારાસભ્ય વારીશ પઠાણની જાહેરસભા યોજવામાં આવી હતી. વારીસ પઠાણે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતાં. રાજયમાં એક તરફ કોરોનાના કેસ વધી રહયાં છે ત્યારે ભરૂચમાં યોજાયેલી સભા દરમિયાન કોરોનાની ગાઇડ લાઇનનો ભંગ થતો નજરે પડયો હતો. અમદાવાદ બાદ હવે ભરુચ નગરપાલિકામાં ખાતુ ખોલાવવા માટે એઆઇએમઆઇએમ ઉત્સાહિત છે.

Next Story