Connect Gujarat
ગુજરાત

ભરૂચ પાલિકા અને ગેલ ઇન્ડિયાના ઉપક્રમે ફ્રી સેનેટરી નેપકીન વિતરણ કાર્યક્રમ યોજાયો

ભરૂચ પાલિકા અને ગેલ ઇન્ડિયાના ઉપક્રમે ફ્રી સેનેટરી નેપકીન વિતરણ કાર્યક્રમ યોજાયો
X

કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીના જન્મદિનને કેક કાપી મનાવાયો

ભરૂચ નગરપાલિકા તથા ગેલ ઇન્ડિયા દ્વારા આયોજીત પોષણ માસ નિમિત્તે કિશોરી તેમજ મહિલાઓ માટે ફ્રી સેનેટરી નેપકીન વિતરણ તેમજ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન પંડિત ઓમકારનાથ હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="65614,65615,65616,65617,65618,65619,65620,65621,65622,65623,65624"]

ભરૂચ નગર પાલિકા ભરૂચ અને ગેલ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં ફ્રી સેનેટરી નેપકિન વિતરણ તથા માર્ગ દર્શન વિદ્યાર્થીનીઓને પુરૂ પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માનનીય સાંસદ સભ્ય મનસુખ વસાવા,ધારાસભ્ય દુષ્યંતપટેલ તથા જ્યોતિબેન પંડયા પ્રદેશ મહિલા મોરચા પ્રમુખની ઉપસ્થિતિમાં તા. ૧૭.૯.૧૮ બપોરના ૧૨.૦૦ કલાકે પંડિત ઓમકારનાથ હોલ ભરૂચમાં કાર્યક્રમ રાખેલ હતો. જેમાં વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી પણ કેક કાપી કરવામાં આવી હતી.

Next Story