Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં નર્મદા જયંતીની શ્રદ્ધાભેર ઉજવણી

ભરૂચમાં નર્મદા જયંતીની શ્રદ્ધાભેર ઉજવણી
X

ભરૂચ ખાતે નદીમાં સવા મણ દૂધનો અભિષેક અને દિવસ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

ગુજરાતની જીવાદોરી સમાન પાવન સલિલા માં નર્મદા ઓવારે આવેલા વિવિધ આશ્રમો તીર્થધામો ઉપર ભવ્ય ઉજવણી કરાઈ હતી.

ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી પાવન સલિલા માં નર્મદાની આજે જન્મા જયંતિ શ્રદ્ધભેર ઉજવાઇ હતી.ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતેનાં અતિપ્રાચીન નર્મદા માતાજીના મંદિરે નર્મદા માતાને સવા મણ દુધનો અભિષેક કરીને માં નર્મદાને નવા વસ્ત્રો અર્પણ કરી દિવસ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરાયું હતું.

વેજલપુર ખાતે વસતા માછીમારોની જીવદોરી સમાન માં નર્મદા ગણાતી હોવાથી તમામ માછીમારો એ નર્મદા ઓવારે નર્મદા નદી જીવંત રહે તે માટે નર્મદા જયંતી મહોત્સવની ઉજવણીમાં નર્મદા મહાયજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં ૩૦ થી વધુ માછીમાર દંપતીઓએ મહાયજ્ઞમાં લ્હાવો લીધો હતો. બપોર બાદ સંધ્યાકાળે માછીમારો નર્મદા જયંતી મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સાથે નર્મદા નદીમાં નાવડીઓ સાથે માં નર્મદા ને ૬૦૦ મીટર લાંબી ચૂંદડી તથા દુધનો અભિષેક કરી સવા લાખ દીવડાઓ નર્મદામાં પડિયામાં પ્રગટાવી તરતા મૂકીને માં નર્મદા હંમેશા જીવંત રહે તેવી પ્રાથર્ના કરે છે.

Next Story