Connect Gujarat
Featured

ભરૂચ : નેત્રંગના મોરીયાણાના સીમાડે નદી પાસે કચરાના ઢગમાં PPE કીટ જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ

ભરૂચ : નેત્રંગના મોરીયાણાના સીમાડે નદી પાસે કચરાના ઢગમાં PPE કીટ જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ
X

વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશ-દુનિયામાં હાહાકાર મચી જવા પામ્યો છે. આરોગ્ય વિભાગના કર્મીઓ PPE કીટ પહેરીને નિદૉષ લોકો કોરોના વાયરસથી સંક્રમીત નહીં થાય તે માટે રાત-દિવસ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું, ફરજીયાત મોઢાને માસ્કથી ઢાંકવા અને સેનીટાઇઝરનો ઉપયોગ કરવાના સુચનો અપાઇ રહ્યા છે. હજારો લોકો મોતના મુખમાં ધકેલાય ગયા છે. કોરોના વાયરસની વેક્સીન શોધવા માટે હજુ સફળતા મળી નથી. લોકો ભયભીત માહોલમાં જીવન ગુજારવા મજબુર બન્યા છે.

ભરૂચ જીલ્લાના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારી વચ્ચે જાહેરમાં PPE કીટ મળી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેમાં નેત્રંગ તાલુકાના મોરીયાણાના સીમાડે નદી પાસે આવેલ કચરાના ઢગમાં PPE કીટ જાહેરમાં જોવા મળતા સમગ્ર મોરીયાણા ગામના રહીશો કોરોના વાયરસથી સંક્રમણ થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી, જાહેરસ્થળો ઉપર PPE કીટ નાખતા તત્વો અન્ય લોકોના આરોગ્ય સાથે રમત રમી રહ્યા છે તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે. તેવા તત્વો સામેે ફોજદારી ગુનો દાખલ થવાની માંગ ઉઠી છે. આ બાબતે સમગ્ર મોરીયાણા ગામના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Next Story