Connect Gujarat
Featured

ભરૂચ: નેત્રંગ પોલીસે દોલતપુર ગામે ચાલતા જુગારના અડ્ડા પર દરોડા

ભરૂચ: નેત્રંગ પોલીસે દોલતપુર ગામે ચાલતા જુગારના અડ્ડા પર દરોડા
X

ભરૂચ જિલ્લામાં ચાલતાં જુગારના અડ્ડાઓ પર પોલીસ દરોડા પાડી રહી છે ત્યારે નેત્રંગ તાલુકાના દોલતપુર ગામમાં પોલીસે છાપો મારીને ચાર જુગારીઓને ઝડપી પાડયાં છે. જુગારીઓ પાસેથી 12 હજાર રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.

ગતરાત્રીના સમયે નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ દરમિયાન પોલીસની બાતમી મળતા દોલતપુર ગામે મોટા ફળિયામાં રહેતો મયુર ગોવિંદ વસાવા તેના ઘરની સામે આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમાડી રહયો છે. બાતમી મળતાની સાથે જુગારના અડ્ડા પર દરોડા પાડયાં હતાં જેમાં સ્થળ પરથી ચાર જુગારીયા ઝડપાય ગયાં હતાં જયારે 6 જુગારીઓ ફરાર થઇ ગયાં હતાં.

પોલીસે જુગાર રમતા સુરેશ ગુના વસાવા, મનોજ ગોવિંદ વસાવા, ગિરીશ મહાર વસાવા, પ્રદીપ રવિચંદ વસાવા આમ ચાર આરોપીની અટકાયત કરી છે જયારે ફરાર થઇ ગયેલાં આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. નેત્રંગ પોલીસે કુલ 12,670નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story