Connect Gujarat
ગુજરાત

ભરૂચ : કેલ્વીકુવાના ખેડૂતો બે કાળમુખી રાતને નહિ ભુલી શકે, જુઓ શું બની ઘટના

ભરૂચ : કેલ્વીકુવાના ખેડૂતો બે કાળમુખી રાતને નહિ ભુલી શકે, જુઓ શું બની ઘટના
X

નેત્રંગ નજીક આવેલાં કેલ્વીકુવા ગામના બે ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલાં શેરડીના પાકને અસામાજીક તત્વોએ સળગાવી દેતાં બંને ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.

સિંચાઇના પાણીની અપુરતી સુવિધા વચ્ચે નેત્રંગ તાલુકાના ખેડૂતો માંડ માંડ ખેતી કરી રહયાં છે ત્યારે હવે તેમને કુદરતની સાથે અસામાજીક તત્વો પણ પરેશાન કરી રહયાં છે. ખેતરોમાં પાક તૈયાર થઇ જાય છે ત્યારે અસામાજીક તત્વો પાક સળગાવી દેતાં હોવાથી તેમને આર્થિક નુકશાન વેઠવું પડે છે. કેલ્વીકુવા ગામના મોહનસિંહ વાંસદીયા અને અશોક પ્રજાપતિએ તેમને ખેતરમાં શેરડીનું વાવેતર કર્યું હતું. બે રાત્રિ દરમિયાન અસામાજીક તત્વોએ બંને ખેડૂતોના ખેતરમાં 9 એકર જમીનમાં તૈયાર થયેલી શેરડીના પાકને સળગાવી દીધો હતો. પોતાની નજરની સામે જ ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરેલો શેરડીનો પાક નષ્ટ થઇ ગયો હતો. ઘટના અંગે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. ખેડૂતોના પાકને નુકશાન કરતાં તત્વો સામે કડક કાર્યવાહી થતી નહિ હોવાથી પંથકના ખેડૂતોમાં રોષ જોવા મળી રહયો છે.

Next Story