Connect Gujarat
ગુજરાત

ભરૂચ : નેત્રંગ મામલતદાર કચેરીમાં વિધવા સહાય યોજનાના ફોર્મ જમા કરાયા, 943 પૈકી 800 અરજીઓને મંજૂરી અપાઈ

ભરૂચ : નેત્રંગ મામલતદાર કચેરીમાં વિધવા સહાય યોજનાના ફોર્મ જમા કરાયા, 943 પૈકી 800 અરજીઓને મંજૂરી અપાઈ
X

ગુજરાત સરકારની વિધવા પેન્શન યોજનામાં પહેલા

૧૦૦૦ રૂપિયા જેટલું પેન્શન અપાતું હતું પરંતુ જટીલ નિયમોના પ્રતાપે વિધવા બહેનોની

ઉંમર ૬૦ વષૅથી મોટી હોય. બે પુખ્તવયના સંતાનો હોય મકાન કે

જમીન હોવાથી મોટાભાગની વિધવા મહિલાઓ આ યોજનાથી વંચીત રહી જતાં દયનીય જીવન જીવવા

માટે મજબુર બની જવા પામી હતી જેમાં પુવૅ મંત્રી ખુમાનસિંહ વાંસીયાને આ બાબત ધ્યાને

આવતા વિધવા મહિલાઓની વેદનાને વાચા આપવા માટે ભરૂચ જીલ્લાના તમામ તાલુકાઓમાં સવૅ

હાથ ધરી અને સંમેલન યોજીને વિધવા મહિલાઓની વેદના અને સમસ્યાઓ રૂબરૂ જઇ સાંભળી હતી, અને ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડમાં વિરાટ સંમેલન યોજી વિધવા સહાય યોજનાને

સરળ બનાવવા માટે રાજ્ય સરકારમાં રજુઆતના પગલે સરકારે યોજનાને સરળ બનાવીને વિધવા

મહિલાઓને દર મહિને રૂ.૧૨૫૦ વિધવા પેન્શન આપવાની મંજુરી અપાઇ હતી.

જેમાં નેત્રંગ તાલુકા ભરના ગામે-ગામની ૯૪૩ જેટલી

વિધવા બહેનોએ યોજનાનો લાભ મેળવવા માટે મામલતદાર કચેરીમાં જરૂરી પુરાવાઓ સાથે લેખિત

અરજી કરી હતી. જે પૈકી ૮૦૦ જેટલી અરજીઓને મામલતદાર ધ્વારા ચકાસણી કરીને મંજુરી

આપવામાં આવી છે. અન્ય બાકીના ફોમૅની ચકાસણીની કામગીરી ચાલી

રહી છે જ્યારે વિધવા બહેનોએ જે-તે પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલાવાના હોઇ છે અને વહેલી

તકે ખાતા નહીં ખુલતા હોવાથી યોજનાનો લાભ મળી શકતો નથી અને ધરમના ધક્કા ખાવાની નોબત

આવે છે. એવા સંજોગોમાં નેત્રંગ મામલતદાર એલ.આર ચોધરીએ

નેત્રંગ પોસ્ટ ઓફિસના મુખ્ય પોસ્ટ માસ્ટરની મુલાકાત કરીને વહેલી તકે ખાતા ખોલવામાં

આવે અને યોજનાનો લાભ મળી શકે તેવી જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી જેથી તાલુકાભરની

વિધવા બહેનોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.

Next Story