Connect Gujarat
Featured

ભરૂચ : દુધધારા ડેરીના મેદાનમાં જોવા મળ્યાં અવનવા પાલતું પ્રાણીઓ, જિલ્લાનો પ્રથમ પેટ શો

ભરૂચ : દુધધારા ડેરીના મેદાનમાં જોવા મળ્યાં અવનવા પાલતું પ્રાણીઓ, જિલ્લાનો પ્રથમ પેટ શો
X

અવનવી પ્રજાતિના પશુઓ અને પક્ષીઓ... ભરૂચની દુધધારા ડેરીના મેદાનમાં જિલ્લાના પ્રથમ પેટ શોનું આયોજન કરાયું હતું...

ભરૂચના દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે રોટરી કલબ ઓફ ભરૂ, ઇન્ટરેક્ટ અને રોટ્રેક્ટ કલબ ઓફ ભરૂચના સયુંકત ઉપક્રમે પેટ શો યોજવામાં આવ્યો હતો. જેને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સમગ્ર રાજયમાંથી અવનવી પ્રજાતિના શ્વાન, બિલાડીઓ, ઘોડા, પોપટ અને માછલીઓ પ્રદર્શન અર્થે રાખવામાં આવી હતી. મોટી સંખ્યામાં પશુ માલિકો અને દર્શકો ઉમટી પડયાં હતાં. પ્રદર્શન દરમિયાન રાખવામાં આવેલી સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સુમિતભાઇ અને અકબર પઠાણે સેવાઓ આપી હતી. પાલતું પશુઓ અને પક્ષીઓની કેવી રીતે કાળજી લેવી જોઇએ તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. પેટ શો માં પાલતું પ્રાણીઓ માટે ની વિવિધ ચીજ વસ્તુઓ ના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. આ અનોખા પેટ શો ના ઉદ્ઘાટન પ્રસંગે રોટરી કલબ પ્રમુખ તલકીન જમીનદાર, પ્રોજેકટ ચેરમેન હુસૈન જી. અંકિત શાહ, સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

Next Story