Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લામાં કોંગ્રેસની ગાંધી સંદેશ યાત્રાનું ઠેર ઠેર કરાયું સ્વાગત

ભરૂચ જિલ્લામાં કોંગ્રેસની ગાંધી સંદેશ યાત્રાનું ઠેર ઠેર કરાયું સ્વાગત
X

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ૧૫૦માં વર્ષની ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લાના દાંડીથી અમદાવાદના સાબરમતી આશ્રમ સુધી આયોજીત કરાયેલી ગાંધી સંદેશ યાત્રાનું ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં સાહોલથી હાંસોટ, ભરૂચ શહેર અને તાલુકાના વિવિધગામો માંથી યાત્રા પસાર થતા ઠેરઠેરથી યાત્રાનું સ્વાગત થયું હતું. હાંસોટ તાલુકાના રાયમાં ગામના ગાંધી વિચારને વરેલા અને વરિષ્ઠ ખેડૂત આગેવાન સ્વતંત્ર સેનાની હરીશ ભટ્ટ દ્વારા વિશિષ્ટ સ્વાગત કરી ગાંધીજીની રાયમા ગામની યાદો તાજી કરી હતી. રેલી ભરૂચ શહેરમાં પ્રવેશતા આંબેડકર જીની પ્રતિમાને ફુલહાર કરી સેવાશ્રમ આશ્રમની મુલાકાત લઈ ત્યાં સરદાર પટેલ સાહેબ અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરી પ્રદશન નિહાળ્યું હતું.

રાજપૂત છાત્રાલયમાં સગીતસંધ્યામાં ગાંધી ભજનોની રમઝટ બાદ યાત્રાનું રાત્રિરોકાણ થયું હતું.બીજે દિવસે ભરૂચની શ્રવણ ચોકડીથી નબીપુર,પાલેજ માં ભવ્ય સ્વાગત સાથે કરજણ ટોલનાકા પાસે વડોદરા જિલ્લાને યાત્રા આગળ વધારવા સુપ્રત થઈ હતી. પુર્વ રેલ મંત્રી નારણભાઇ રાઠવા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને સંજયસિંહ સોલંકી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, યુવક કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ,વટારીયા સુગરના ચેરમેન સંદીપ માંગરોલા, પ્રવકતા નાઝૂ ફડવાલા સહિતના આગેવાનો આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહયાં હતાં.

Next Story