ભરૂચ : પોલીસ વિભાગમાં ફરજ દરમિયાન શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાજલિ અપાઇ
BY Connect Gujarat21 Oct 2019 9:11 AM GMT

X
Connect Gujarat21 Oct 2019 9:11 AM GMT
પોલીસ તંત્રમાં ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને શ્રધ્ધાાજલિ આપવા માટે 21 ઓકટોબરના રોજ શહીદ દિવસ મનાવવામાં આવે છે. ભરૂચ પોલીસ હેડકવાટર્સ ખાતે આ પ્રસંગે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી તથા પ્રજાના જાનમાલના રક્ષણ માટે શહીદ થનારા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓના શ્રધ્ધાસુમન અર્પણ કરવા માટે શહીદ દિવસ મનાવવામાં આવે છે. સોમવારના રોજ ભરૂચ પોલીસ હેડ કવાટર્સ ખાતે આયોજીત કાર્યક્રમમાં શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયાં હતાં. ભરૂચના એસપી રાજેન્દ્રસીંહ ચુડાસમા સહિતના અધિકારીઓએ શહીદ સ્મારક પર પુષ્પાજલિ અર્પણ કરી હતી.
Next Story