ભરૂચ : તાલુકા કક્ષાના વન મહોત્સવની કરાઇ ઉજવણી, વૃક્ષોના જતન પર મુકાયો ભાર

ભરૂચ તાલુકા કક્ષાના ૭૦માં વન મહોત્સવની ઉજવણી એમીટી ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે કરવામાં આવી હતી. જેમાં પર્યાવરણના જતન માટે વૃક્ષોના વાવેતર પર ભાર મુકવામાં આવ્યો હતો.
ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ નરેન્દ્ર પટેલે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદુષણના ઉપાય તરીકે વૃક્ષોની અગત્યતા સમજાવી દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને તેનું જતન અને સિંચન કરવા સંકલ્પબધ્ધ બનવા અપીલ કરી હતી. નાયબ વન સંરક્ષક આર.બી.પટેલે પર્યાવરણની જાળવણી, ગ્લોબલ વોર્મિંગ, કલાઇમેન્ટ ચેન્જ માટે એક માત્ર ઉપાય વૃક્ષારોપણ છે તેમ જણાવ્યું હતું. જિલ્લા પંચાયતના સદસ્ય શૈલા પટેલે વૃક્ષે વાવવાની જરૂરીઆત પર ભાર મૂકી તેનું માવજત કરવાની હિમાયત કરી હતી. એમીટી ઇન્ટરનેશનલ સ્કુલના આચાર્ય શાલિનબેન દ્વારા વન વિભાગ દ્વારા યોજાતા વૃક્ષારોપણના કાર્યક્રમને બિરદાવી ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું. મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી વન મહોત્સવને સાર્થક બનાવ્યો હતો. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે ઉન્નત ચુલાનું વિવિધ લાભાર્થીઓને વિતરણ કરાયું હતું.