ભરૂચ : એક દેશ એક કાયદાના સમર્થનમાં ભરૂચમાં એકતા કુચ યાત્રા
BY Connect Gujarat26 Sep 2019 12:14 PM GMT

X
Connect Gujarat26 Sep 2019 12:14 PM GMT
ભરૂચ જિલ્લા નાગરીક સમિતિ દ્વારા ગુરૂવારના રોજ એક દેશ એક કાયદાના સમર્થનમાં ભારત એકતા કુચ યોજવામાં આવી હતી.
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35- એ હટાવી લેવાના સમર્થનમાં દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયાં છે. એક દેશ - એક કાયદો સુત્રને સાર્થક કરવાનાં સફળ નેતૃત્વનાં સમર્થન કરી ભરૂચ રેલ્વે સ્ટેશનથી ઓમકારનાથ ઠાકુર હોલ સુધી ભારત એકતા કૂચ યાત્રા યોજી ઓમકારનાથ ઠાકુર હોલમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. ભારત એકતા કુચ યાત્રાનું આયોજન ભરૂચ જિલ્લા નાગરિક સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. યાત્રામાં ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, બારડોલીના સાંસદ પ્રભુભાઇ વસાવા સહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયાં હતાં.
Next Story